આવતા વર્ષે સારી રીતે હાયરિંગના મૂડમાં કંપનીઓ, 15-20 ટકા નોકરીઓ વધશે

નવી દિલ્હીઃ આવતા નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં હાયરિંગમાં 15-20 ટકા જેટલો વધારો થઈ શકે છે. રીક્રૂટમેન્ટ ફર્મોનું અનુમાન છે કે બિઝનેસ આઉટલૂક વધારે સારું થવાની સાથે જીડીપી ગ્રોથને લઈને ઈન્ડસ્ટ્રીનો આત્મવિશ્વાસ વધવાથી આમ બની શકે છે. ઈટીએ કેલી સર્વિસીઝ, ટીમલીઝ સર્વિસીઝ, પીપલસ્ટ્રોન્ગ, IKYA હ્યુમન કેપિટલ સોલ્યુશન્સ અને નોકરી સહિત જે રીક્રૂટમેન્ટ અને સ્ટાફિંગ ફર્મો સાથે વાતચીત કરી છે તેમણે કહ્યું છે કે એક વર્ષ પહેલાંની તુલનામાં ભરતીઓ વધી છે.

ફર્મ્સે જણાવ્યું કે કન્ઝ્યુમર ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઈકોમર્સ અને સ્ટાર્ટઅપ, રિટેલ, ફાર્માસ્યૂટિકલ, બીએફએસઆઈ, ફિનટેક, ઓટોમોબાઈલ, લોજિસ્ટિક્સ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરોમાં હાયરિંગ વધવાના અણસાર છે. જો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં ડિમાંડ હજી કમજોર છે.

જે સેક્ટર્સમાં ગ્રોથ છે ત્યાં જૂનિયર, મિડલથી લઈને સીનિયર મેનેજમેંટ લેવલ્સ સુધી હાયરિંગ વધી શકે છે. કેલી સર્વિસીઝના એમડીએ જણાવ્યું કે નાણાકિય વર્ષ 2017-18માં નોટબંધી, અને જીએસટી સાથે જોડાયેલી સમસ્યાઓ, અમેરિકામાં આઉટસોર્સિંગ સાથે જોડાયેલી અનિશ્ચિતતા જેવા કારણોથી ઈંડસ્ટ્રીને અસર પહોંચી. તેમણે જણાવ્યું કે હવે ચિંતાનો વિષય નથી કારણ કે હવે તે પ્રકારની અનિશ્ચિતતાઓ નથી.