રિલાયન્સ જિઓ: જાણો શું છે IUC અને NO IUC પ્લાન

નવી દિલ્હી: ગત સપ્તાહે રિલાયન્સ જિઓ યૂઝર્સને કંપનીઓ મોટા ઝટકો આપતા પ્રતિ મીનિટ 6 પૈસા કોલ ચાર્જ લેવાની જાહેરાત કરી. આ જિઓ લોન્ચ થયા પછી પહેલી વાર હતુ કે જ્યારે કંપનીએ વોયસ કોલમાટે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી. કંપનીના આ નિર્ણય પછી અન્ય ઓપરેટર્સને આપવામાં આવતા આઈયૂસી (IUC) ચાર્જને મુખ્ય કારણ ગણાવ્યું છે. જોકે, જ્યાં સુધી ટ્રાઈ આઈયૂસી ચાર્જ મામલે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી જિઓ યૂઝર્સે વોઈસ કોલ માટે ચાર્જ ચૂકવવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, 21 ડિસેમ્બર 2019 સુધી જિઓ યૂઝર્સે આ ચાર્જ ચૂકવવો જ પડશે. કંપનીએ ગ્રાહકો માટે આઈયૂસી પ્લાનની પણ જાહેરાત કરી દીધી છે.

હાલ કંપનીના આ નિર્ણય પછી ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. કંપનીને લાગી રહ્યું છે કે, તેમના આ નિર્ણયથી ગ્રાહકોમાં અસંતોષનો માહોલ છે. ગ્રાહકોનો ગુસ્સો શાંત કરવા માટે કંપનીએ પહેલા તો 6 પૈસા પ્રતિ મીનિટના દરે ચાર્જ વસૂલવા સામે એટલી જ કિંમતનું ઈન્ટરનેટ ડેટા આપવાની જાહેરાત કરી હતી. હવે માહિતી મળી રહી છે કે, કંપની રિચાર્જ કરવા પર ગ્રાહકોને અન્ય નેટવર્ક પર આઉટગોઈંગ કોલ્સ માટે 30 આઈયૂસી મીનિટ આપી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર કંપની 17 ઓક્ટોબર સુધી નવા રિચાર્જ પર આ ઓફર આપી રહી છે.

જોકે, કંપની તરફથી આ ઓફર અંગે કોઈ અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિઓ એ એસએમએસ મારફતે ગ્રાહકોને આ અંગે માહિતી આપી છે. કંપનીના આ નિર્ણયથી જિઓ યૂઝર્સને થોડી રાહત ચોક્કસ મળી છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં જિઓ ગ્રાહકોને બે પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. પહેલો આઈયૂસી અને બીજો નો આઈયૂસી પ્લાન. કંપનીએ કહ્યું કે, આઈયૂસી પ્લાન કોઈ પણ ગ્રાહક માટે ફરજીયાત નથી એટલે કે, ગ્રાહક તેમની ઈચ્છા અનુસાર બંને માંથી કોઈ પ્લાન પસંદ કરી શકે છે. આઈયૂસી પ્લાન હેઠળ ગ્રાહકોને અન્ય નેટવર્ક પર આઉટગોઈંગ કોલ કરવાની સુવિધા મળે છે. બીજી તરફ જો કોઈ ગ્રાહક માત્ર જિઓ નંબર પર જ કોલ કરવા માંગે છે તો તે નો આઈયૂસી પ્લાન પસંદ કરી શકે છે. આઈયૂસી પ્લાનની કિંમત 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]