International Yoga Day 2019: યોગમાં હેલ્થ સાથે વેલ્થ પણ, 5.5 લાખ કરોડનો વ્યાપાર…

નવી દિલ્હીઃ યોગ આજે માત્ર ભારત સુધી સીમિત નથી. આસન દ્વારા શરીરને ફીટ અને નિરોગી રાખનારી આ પદ્ધતી હવે દુનિયાના ખૂણે-ખૂણા સુધી પહોંચી ગઈ છે. યોગ શરીરને ફીટ અને નિરોગી બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા તો નિભાવે છે જ પરંતુ સાથે જ આ એક મોટો બિઝનેસ પણ બની ગયો છે. યોગ દ્વારા ન માત્ર ભારતમાં પરંતુ વિદેશોમાં પણ સારી કમાણી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજની તારીખમાં વૈશ્વિક સ્તર પર યોગની વાર્ષિક કમાણી 80 બિલિયન ડોલર એટલે કે 55,5312 કરોડથી વધારે થઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 11 ડિસેમ્બર 2014ના રોજ દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય દિવસના રુપમાં મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2012 થી દર વર્ષે વૈશ્વિક સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે આ પહેલા પણ યોગ દુનિયામાં પ્રચલિત રહ્યો છે. ઘણા દેશોમાં લોકો નિયમિત રીતે યોગાભ્યાસ કરે છે. મહર્ષિ પતંજલીને યોગના પિતા કહેવામાં આવે છે. તેમણે 195 યોગ સુત્રોની રચના કરી. આજે દુનિયાભરમાં યોગ કમાણી અને રોજગારનું માધ્યમ બની ગયું છે.

ભારતની વાત કરીએ તો 2014-15માં વેલનેસ ઉદ્યોગ 85 હજાર કરોડ રુપિયાનો હતો. નાણાકીય વર્ષ 2020 સુધીમાં આ આંકડો 1.5 ટ્રિલિયન રુપિયા સુધી પહોંચવાની આશાઓ છે. તો આયુષ ક્ષેત્ર એટલે કે (આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યૂનાની અને હોમિયોપેથી) નો અનુમાનિત વ્યાપાર 2022 સુધી 8 બિલિયન ડોલર એટલે કે 55,530 કરોડ રુપિયા સુધી પહોંચવાની શક્યતા છે.

ફેબ્રુઆરીમાં આયુષ પ્રધાન શ્રીપદ નાયકે જણાવ્યું હતું કે 2015માં આ વ્યાપાર 2.5 બિલિયન ડોલર હતી જે 2022 સુધી 55 હજાર કરોડથી વધારે પહોંચી જશે. તો વૈશ્વિક સ્તર પર યોગ ઈન્ડસ્ટ્રીનો વ્યાપાર 80 બિલિયન ડોલરથી વધારે પહોંચી ગયો છે.

યોગનો જન્મ ભારતમાં થયો. તે 2 હજાર વર્ષથી વધારે સમય પહેલાથી પ્રચલનમાં છે. પરંતુ છેલ્લા દોઢ દશકોમાં બાબા રામદેવે કપાલભાતિ આસન દ્વારા યોગને ઘર-ઘર સુધી લોકપ્રિય બનાવી દીધો. એ અલગ વાત છે કે બાબા રામદેવ પહેલા પણ ન માત્ર ભારત પરંતુ વૈશ્વિક સ્તર પણ ઘણા મોટા યોગ ગુરુઓએ આ આસન પદ્ધતીને લોકો વચ્ચે બનાવી રાખી હતી, પરંતુ નવી રીતે યોગને ઓળખ બાબા રામદેવે અપાવી.

બાબા રામદેવે પતંજલી આયુર્વેદ લિમિટેડ કંપનીની સ્થાપના 2006માં કરી હતી. આ કંપનીએ તેજીથી બહુરાષ્ટ્રીય કંપનીઓને ટક્કર આપી. જો કે યોગથી શરુઆત કરનારી આ કંપની આયુર્વેદ અને અન્ય ઉત્પાદનો સાથે બજારમાં ઉતરી પરંતુ આ શરુઆતી વધારા બાદ હવે તેની કમાણીમાં ઘટાડો થવા લાગ્યો છે.

વર્ષ 2017માં થયેલા સર્વે અનુસાર ભારતમાં આશરે 20 કરોડથી વધારે લોકો યોગ કરે છે. ભારતમાં યોગનું પ્રચલન વધવાની સાથે-સાથે વૈશ્વિક સ્તર પર પણ તેની લોકપ્રિયતા વધતી ગઈ જેનો ફાયદો એ થયો કે લોકો રોજગારના મોટા સાધનોમાં શુમાર થઈ ગયા. 2019માં યોગ દુનિયાનો સૌથી લોકપ્રિય ફિટનેસ ટ્રેન્ડ બની ગયો. યોગ અને તેનાથી સંબંધિત મામલાઓની જાણકારી પ્રાપ્ત કરવાને લઈને 2018માં સર્ચ એન્જિન પર સૌથી વધારે વાર તેને સર્ચ કરવામાં આવ્યું.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ યોગ ખૂબ લોકપ્રિય છે અને તેને દીવાનોમાં રસેલ બ્રાંડ, કૈટી પૈરી, લેડી ગાગા, એડમ લિવેન અને મૈડોના જેવા ખૂબ લોકપ્રિય ચહેરા શામિલ છે. રોજ યોગાભ્યાસ કરે છે. સામાન્ય અમેરિકી લોકોમાં પણ યોગને લઈને ક્રેઝ વધ્યો છે જેના કારણે આ દેશમાં યોગનો બિઝનેસ સતત વધતો જ જઈ રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં 2020 સુધીમાં યોગને લઈને કમાણી 11.6 બિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. 2012માં અમેરિકામાં યોગા ઈન્ડસ્ટ્રી આશરે 7 બિલિયન ડોલરની હતી અને તેમાં સતત વધારો થતા તે 11 ડોલરના આંકડાને પાર કરી ગયો.

બીજીબાજુ અમેરિકામાં 2008માં યોગાભ્યાસ કરનારા લોકોની સંખ્યા 1.8 કરોડ હતી જે 2020 સુધી તે વધીને 5.5 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. 2015માં 25.4 મિલિયન લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.

માત્ર ભારત જ નહી પરંતુ અમેરિકા, ચીન, ઈંગ્લેન્ડ, થાઈલેન્ડ, સ્પેન સહિત દુનિયાના તમામ દેશોમાં મોટી સંખ્યામાં યોગ પ્રશિક્ષક છે જે યોગ દ્વારા લોકોને ફિટ રાખવા માટે કામ કરી રહ્યા છે, સાથે જ હજારો યોગ પ્રશિક્ષકોને રોજગારી પણ મળી છે.