વાહન એક્સિડન્ટ થવાના કિસ્સામાં વીમા કંપની નહીં અટકાવી શકે તમારો ક્લેમ!

નવી દિલ્હી– ડ્રાઈવિંગ કરતી વખતે સામાન્ય રીતે બધા જ સાવચેતી રાખતા હોય છે. પરંતુ ઘણી વખત બીજાની ભૂલ અને અન્ય કોઈ વિપરિત પરિસ્થિતિના કારણે લોકો દુર્ધટનાનો શિકાર બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારી ગાડીનો વીમો કરાવી રાખ્યો હોય તો તમે નિશ્ચિંત હોવ છો કે તમને સહાય મળી જશે. કેટલીક વાર વીમા કંપની દુર્ઘટનાની સ્થિતિમાં તમારો ક્લેમ લટકાવી દેતી હોય છે અને તમારી ઉપર સમગ્ર જવાબદારી આવી જતી હોય છે. જો તમે આ મુખ્ય 5 વાતોનું ધ્યાન રાખશો તો વીમા કંપની દુર્ઘટના બાદ ક્લેમને માનવાનો ઈન્કાર નહીં કરી શકે.

તમારી પાસે હોવા જોઈએ માન્ય દસ્તાવેજોઃ એવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે, ગાડીના રજીસ્ટ્રેસન પેપર, ડ્રાઈવીંગ લાયસન્સ, વાહનના વીમાના પેપર, પીયુસી વગેરે હોવા જોઈએ. આ ઉપરાંત સૌથી વધારે વાત એ અગત્યની છે કે તમે શરાબ પીધેલી ન હોવી જોઈએ અને તે ઉપરાંત તમારી ભૂલના કારણે અકસ્માત ના થયો હોય.

ઘટનાસ્થળે ન કરો સમાધાનઃ દુર્ઘટના થતા જ આજ કાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જાય છે. અને આવું ન પણ થાય તો આ વાતની જાણકારી પોલીસને આપો અને તમારા વાહનના જરૂરી પેપર પોલીસને આપો. પોલીસ કોઈ પણ જરૂરી દસ્તાવેજની ઓરીજનલ કોપી આપવા માટે તમને દબાણ નથી કરી શકતી. આ દરમિયાન તમારે પોલીસ અને તપાસ એજન્સી સાથે સહયોગ કરવો જરૂરી છે.

વીમા કંપનીને જાણકારી આપોઃ અકસ્માતમાં જો કોઈનું મોત થાય કે કોઈ ઘાયલ થાય તેવી સ્થિતિમાં તમે વીમા કંપનીને પુરી જાણકારી આપો. આ ઉપરાંત કંપનીને તમારો પોલીસી નંબર અને અન્ય જાણકારી પણ આપો. આખી ઘટનાને વિસ્તાર પૂર્વક વીમા કંપનીને જણાવો. આ અવસ્થામાં વીમા કંપનીની ફરજ બને છે કે તે તમારો કેસ કોર્ટમાં લડે.

કોર્ટને આપો સાચી માહિતીઃ જો અકસ્માત પછી તમારી પાસે કોર્ટ તરફથી કોઈ સમન આવે છે તો ગભરાશો નહી. આવી પરિસ્થિતીમાં તમે કોર્ટમાં હાજર થઈને સમગ્ર ઘટનાની જાણકારી આપો. નોટઃ કોઈ પણ અકસ્માતની ઘટનામાં વાહનચાલકનું સ્વસ્થ રહેવું જરૂરી છે. જો વાહનચાલકે શરાબ પીધેલી હોય તો અથવા પોલીસની તપાસમાં એવું સામે આવે કે વાહનચાલકે બેજવાબદારી ભર્યું ડ્રાયવીંગ કર્યું છે તો, આવી સ્થિતિમાં વીમા કંપનીની જવાબદારી પુરી થઈ જાય છે. આ ઉપરાંત મોટર એક્ટના કોઈપણ નિયમનો ભંગ કર્યો હોય તો પણ વાહનચાલક માટે મુશ્કેલી વધી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]