ટ્રેડ વૉરઃ ચીને 106 અમેરિકી પ્રોડક્ટ પર વધુ 25 ટકા ડયૂટી લાદી

બેજિંગ- દુનિયામાં ટ્રેડવોર વધવાનો ડર વધી રહ્યો છે. હવે ચીને યુએસને તેના જ અંદાજમાં જવાબ આપતા 106 અમેરિકી પ્રોડક્ટનું લિસ્ટ જાહેર કર્યું છે, જેની આયાત પર વધારાની 25 ટકા ડ્યૂટી લાદવામાં આવી છે. યૂએસથી ચીનમાં આયાત થઈ રહેલી આ પ્રોડક્ટ્સમાં સોયાબીન, પ્લેન, કાર, વ્હિસ્કી અને કેમિકલ્સનો સમાવેશ થાય છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે તો ટેરિફને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેનાથી ચીનને વાર્ષિક 5 હજાર ડોલર પ્રાપ્ત થશે, પહેલા યુએસે ચીનથી આયાત થનારી પ્રોડક્ટ પર 5 હજાર કરોડ ડોલરનું ટેરિફ લગાવ્યું હતું.

અમેરિકાએ ચીનથી આયાત થનારી એ પ્રોડક્ટનું લિસ્ટ જાહેર કર્યું છે કે જેના પર 25 ટકાના દરથી વધારે ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 24 કલાકની અંદર ચીને પોતાનું લિસ્ટ જાહેર કરી દીધું છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિએ કહ્યું કે પ્રોડક્ટ્સનું આ લિસ્ટ અલગ-અલગ એજન્સીઓ વચ્ચે આર્થિક વિશ્લેષણ બાદ તૈયાર કરવામાં આવ્યું છે. આમાં ચીનની એવી પ્રોડક્ટ્સને સમાવિષ્ટ કરવામાં આવી છે, જેને ચીનની ઔદ્યોગિક યોજનાથી ફાયદો મળી રહ્યો છે. આની અમેરિકી ઈકોનોમી પર ઓછામાં ઓછી અસર પડશે.

અમેરિકાએ જે પ્રોડક્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં એવિએશન, ટેલિકમ્યુનિકેશન્સ, રોબોટિક્સ અને મશીનરી જેવા પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આમાં 13 હજાર જેટલી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આનું લિસ્ટ સાર્વજનિક રીતે જાહેર કરીને તેના પર લોકો પાસેથી સૂચનો માંગવામાં આવશે અને જરૂર પડ્યે સુનાવણી પણ કરવામાં આવશે. પ્રોસેસ પુરી થવા પર અમેરિકી વેપાર પ્રતિનિધિનું કાર્યાલય એ અંતિમ લિસ્ટ જાહેર કરશે કે જેના પર વધારે ટેરિફ લગાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]