ઈન્ડિગો પોતાના ગ્રાહકો માટે લઈને આવ્યું એનિવર્સરી ઓફર

નવી દિલ્હીઃ એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ પોતાના ગ્રાહકો માટે નવી ઓફર શરૂ કરી છે. આ ઓફર અંતર્ગત 10 જુલાઈથી 13 જુલાઈ સુધી ચાલનારી આ ઓફરમાં ઈન્ડિગોની ટિકિટોના ભાવ 1212 રૂપીયાથી શરૂ થઈ રહ્યા છે. તો આ સાથે જ અન્ય ટિકિટો પર પણ 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

ઈન્ડિગો એક ખાસ ઓફર પોતાના ગ્રાહકો માટે લઈને આવ્યું છે. આ સમયે ખરીદવામાં આવેલી ટિકિટો પર 25 જુલાઈ 2018થી 30 માર્ચ 2019 વચ્ચે મુસાફરી કરી શકાય છે.

ઇન્ડિગોના ચીફ સ્ટ્રેટજી ઓફિસર વિલિયમ બ્લૂટરે આ મામલે જણાવ્યું હતું કે ઇન્ડિગો 4 ઓગસ્ટ 2018ના રોજ પોતાના 12 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યુ છે. આ પ્રસંગે સૌથી મોટી ઓફર લઈને આવ્યાં છે. આના દ્વારા અમે પોતાના ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અમારા ગ્રાહકોએ જ અમને આ સ્થાને પહોંચાડ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]