અમેરિકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ રેકોર્ડ સ્તર પર પહોંચ્યો

મુંબઈઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંરક્ષણવાદ સાથે જોડાયેલા પગલાંઓથી ભલે ભારતને નુકસાન થઈ થઈ શકે તેમ હોય પરંતુ અમેરિકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ વધીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. એશિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ભારત અત્યારે અમેરિકાના ટ્રેડ પાર્ટનર્સના લિસ્ટમાં નવમાં સ્થાન પર છે. છ વર્ષ પહેલાં આ લિસ્ટમાં ભારત 13માં ક્રમે હતું.

રેટિંગ્સ ફર્મ સ્ટાન્ડર્ડ એન્ડ પુર્સ દ્વારા 2011માં અમેરિકી ઈકોનોમીના આઉટલુક રિવ્યુ કર્યા બાદથી અમેરિકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ વધી રહ્યો છે. 2011માં મર્ચેંડાઈઝ ટ્રેડ સરપ્લસ 14.5 અરબ ડોલરનો હતો અને ત્યારે અમેરિકાના મોટા ટ્રેડિંગ પાર્ટનર્સની લિસ્ટમાં ભારત 13મા સ્થાન પર હતું. 2017માં અમેરિકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસ 23 અરબ ડોલરના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો અને ભારત અમેરિકાનું નવમું સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર બની ગયું.

સર્વિસીઝ સેક્ટરમાં પણ ભારતનો અમેરિકા સાથે મોટો સરપ્લસ છે અને સર્વિસીઝમાં ભારત તેના ટોપ ટ્રેડિંગ પાર્ટનર્સમાં સમાવિષ્ટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]