વર્લ્ડ બેન્કનું અનુમાન: આ વર્ષે ભારત 7.3 ટકાના દરે આર્થિક વિકાસ કરશે

નવી દિલ્હીઃ વિશ્વ બેંકે શક્યતાઓ વ્યક્ત કરી છે કે આવનારા બે વર્ષની અંદર ભારતીય ઈકોનોમી દુનિયામાં સૌથી તેજ ગતીથી વધી રહેલી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક હશે. વિશ્વ બેંકના અનુમાન અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય ઈકોનોમીનો ગ્રોથ 7.3 ટકા રહેશે જ્યારે આવનારા બે વર્ષમાં આ ગ્રોથ વધીને 7.5 ટકા સુધી રહેવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. વિશ્વ બેંકનું કહેવું છે કે ગત એકથી દોઢ વર્ષમાં ભારતીય ઈકોનોમીનો ગ્રોથ પ્રભાવીત કરનારા ફેક્ટર અત્યારે પૂર્ણ રૂપે ખતમ થઈ ગયા છે.

બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ઈકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર ભારતના ગ્રોથના અનુમાનથી જ ખ્યાલ આવી જાય છે કે દેશમાં ખાનગી ખપત ખૂબ તેજીથી વધી રહી છે અને રોકાણનો માહોલ ખૂબ મજબૂત બન્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સતત 5 ત્રિમાસીક ગાળા સુધી ભારતીય ઈકોનોમીનો ગ્રોથ ધીમો રહ્યા બાદ 2017ના મધ્ય ભાગમાં પોતાના નિચલા સ્તર પર પહોંચી ગઈ હતી. જો કે ત્યારબાદ ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે અને અત્યારે 2018માં મોમેન્ટમ પાછુ આવ્યું છે અને આવનારા થોડા સમયમાં જ સ્થિતીમાં સુધારો થવાની શક્યતાઓ રહેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2017ના મધ્ય ભાગમાં જ જીએસટી લાગુ થયા બાદ ઉદભવેલી જટિલતાઓથી બહાર આવી ગયો છે. ત્યાર બાદ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ અને ઈડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સતત તેજીથી વધારો થઈ રહ્યો છે. તો આ સીવાય બેંકોનું માનીએ તો દેશમાં પ્રતિ વ્યયક્તિ આવકમાં તેજીથી વધારો થયો છે અને આનાથી ભારતમાં ગરીબીને ઓછી કરવામાં મદદ મળી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]