ભારતીય રેલવે લેહમાં બનાવશે દુનિયાનું સૌથી ઊંચા સ્થળ પરનું રેલવે નેટવર્ક

નવી દિલ્હી – ભારતીય રેલવેએ બિલાસપુર-મનાલી-લેહ રેલવે લાઈન નાખવાનું કામ શરૂ કરી દીધું છે.

આ રેલવે લાઈન સમુદ્રની સપાટીથી 5,360 મીટર ઊંચાઈ પર હશે, જેને લીધે તે દુનિયામાં સૌથી ઊંચા સ્થળનું રેલવે નેટવર્ક બનશે.

આ નવી રેલવે લાઈન 465 કિલોમીટર લાંબી હશે અને તેની પર 30 સ્ટેશનો હશે.

આ રેલવે લાઈન બાંધવા પાછળ રૂ. 83,360 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ રેલવે લાઈનથી ભારતના સૈનિકોને સરહદ પર પહોંચવામાં મદદ મળશે તેમજ આ વિસ્તારમાં પર્યટનને બળ મળશે.