ઈંડિયન રેલવેએ તૈયાર કર્યો દેશનો પહેલો સ્માર્ટ કોચ, મળશે આ સુવિધાઓ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેનો પહેલો સ્માર્ટ કોચ તૈયાર થઈ ગયો છે. 12 થી 14 લાખ રુપિયા વધારે ખર્ચ કરીને આ કોચને રાયબરેલીની મોર્ડન કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ પ્રકારના 100 સ્માર્ટ કોચ બનાવવાની યોજના છે. આ કોચની ખૂબીઓ મામલે એનબીટીએ રેલ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

મોર્ડન કોચ ફેક્ટરીના જીએમ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે કોચ માત્ર ટેમ્પરેચર કંટ્રોલ કરશે તેટલું જ નહી પરંતુ આ સીવાય ડસ્ટ ઈન્ફેક્શન લેવલની જાણકારી પણ આપશે. પ્રિન્સીપલ મિકેનિકલ એન્જિનિયર અરુણ અરોડાએ જણાવ્યું કે આ કોચ બ્રેક ઘસાવી, પૈડાની સ્થિતી અને અને ટ્રેકનું હેલ્થ કાર્ડ પણ બતાવશે. જેનાથી કોઈપણ ક્ષતી અંગે પહેલાથી જ માહિતી મળી જશે. આવા કુલ 100 જેટલા કોચ તૈયાર થઈ રહ્યા છે. પ્રથમ કોચ ઉત્તર રેલવેની ટ્રેનમાં લાગશે પરંતુ હજી સુધી એ નક્કી નથી થયું કે કઈ ટ્રેનમાં આ કોચ લાગશે.

આ કોચમાં એસી, ડિસ્ક બ્રેડ સિસ્ટમ, ફાયર ડિટેક્શન, અલાર્મ સિસ્ટમ, વોટર લેવલ ઈન્ડિકેટર જેવી સુવિધાઓ છે. આ સીવાય ઈમરજન્સી ટોક બેંક સિસ્ટમ છે. કોચના પેસેન્જર ટોઈલેટ પાસે લાગેલી આ સિસ્ટમના બટનને દબાવીને સીધા જ ગાર્ડ સાથે વાત કરી શકશે.

યાત્રીઓ પોતાના સ્માર્ટફોન અને ટેબ પર એનફોટેનમેન્ટ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. યાત્રા દરમિયાન પેસેન્જરોને એ જાણકારી રહેશે કે આગળનું સ્ટેશન કેટલા સમયમાં આવી રહ્યું છે. જો ટ્રેન રસ્તા વચ્ચે રોકાશે તે ક્યાં રોકાઈ, અને કેમ રોકાઈ અને ટ્રેન કઈ સ્પિડથી ચાલી રહી છે તે અંગે પણ માહિતી પ્રાપ્ત થશે.