મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સપ્ટેમ્બરમાં પણ વૃદ્ધિ, નોકરીઓમાં થયો વધારો

નવી દિલ્હીઃ દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સતત બીજા મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં તેજીનો માહોલ જોવા મળ્યો. નવા ઓર્ડર આવવાથી અને ઉત્પાદન વધવાથી સપ્ટેમ્બરમાં વિનિર્માણ ગતિવિધિઓ વધારે સારી રહી. જો કે ઐતિહાસીક સંભાવનાઓને જોતા તેની વૃદ્ધિની ગતિ થોડી ધીમી રહી. એક સર્વેમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે. નિક્કેઈ ઈન્ડિયા, મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ ઈન્ડેક્સ સપ્ટેમ્બર મહિનામાં 51.2 અંક રહ્યો હતું. ઓગસ્ટના આંકડાની સરખામણીએ આમાં સામાન્ય બદલાવ જોવા મળ્યો હતો.

જીએસટી વ્યવસ્થા લાગુ થયા બાદ વ્યાવસાયિક ગતિવિધિઓમાં સુધારો યથાવત રહેવાના સંકેતો મળી રહ્યા છે. પીએમઆઈમાં 50થી ઓછા અંકનું ભંગાણ દર્શાવે છે જ્યારે આનાથી ઉપરના આંકડાઓ વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતાઓ દર્શાવે છે. વિશેષજ્ઞોનું માનીએ તો સપ્ટેમ્બર માસના આંકડા ઉત્સાહવર્ધક ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આ આંકડાઓથી અનુમાન લગાવી શકકાય કે જીએસટી લાગુ થયા બાદ જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે વ્યાવસાયિક ગતિવિધિઓ વધી છે અને આ સિલસિલો યથાવત રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]