આવકવેરા સેવા કેન્દ્ર 29થી 31 માર્ચ સુધી ખુલ્લાં રહેશે

નવી દિલ્હીઃ આયકર ભાવન અને આયકર સેવા કેન્દ્રો 29 થી 31 માર્ચ સુધી રજા હોવા છતા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ખુલ્લાં રહેશે. નાણાકીય વર્ષ 2016-17 અને એસેસમેંટ વર્ષ 2017-18ના રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2018 છે. ઈનકમ ટેક્સ રીટર્ન ફાઈલ કરનારા લોકોને અંતિમ દિવસોમાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તેને અનુલક્ષીને આયકર સેવા કેન્દ્રો રજાના દિવસોમાં પણ ખુલ્લા રહેશે.

આકારણી વર્ષ 2016-17 અને 2017-18 માટે બાકી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ અને આકરણી વર્ષ 2016-17 માટે સંશોધિત રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2018 છે. નાણાકીય વર્ષ 2017-18, 31 માર્ચ, 2018ના રોજ પૂર્ણ થાય છે અને આ દિવસે શનિવાર છે. 29 અને 30 માર્ચ, 2018ના રોજ રજા હોવાથી સરકારી કાર્યાલયો બંધ રહેશે. પરંતુ આવકવેરા રિટર્ન ભરવા અને તેને સંબંધિત કાર્ય પૂર્ણ કરવા માટે, આખા ભારતમાં દરેક આવકવેરા કાર્યાલય તારીખ 29, 30 અને 31 માર્ચ, 2018ના રોજ ચાલુ રહેશે. એએસકે કેન્દ્ર પણ આ દિવસોમાં ચાલુ રહેશે. કરદાતાઓને મદદ કરવા અને તેમના દ્વારા રીટર્ન ફાઈલ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.