નીરવ મોદીને ફોરેન બ્લેક મની લૉ દ્વારા સકંજામાં લેશે આઈટી વિભાગ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ નીરવ મોદી વિરૂદ્ધ ફોરેન બ્લેકમની લૉ અંતર્ગત હવે પગલાં ભરશે. આ કાયદામાં વિદેશમાં ઉપસ્થિત સંપત્તિનો ખુલાસો ન કરવા પર દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્વેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની 14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ગોટાળામાં શોધ ચાલી રહી છે.

બહામાજ, સાઈપ્રસ, સિંગાપુર અને મોરેશિયસની ટેક્સ ઓથોરિટીઝને પત્ર લખીને નીરવ મોદીના એકાઉંટ્સ અને તેની સાથે જોડાયેલા કેટલાક યુનિટ્સની વિગતો માંગવામાં આવી છે. બ્લેકમની એંડ ઈંપોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 અંતર્ગત અઘોષિત વિદેશી સંપત્તિ અથવા આવક માટે કાર્યવાહી કરવામાં આવે છે.

આઈટી વિભાગે પોતાની તપાસમાં જાણ્યું કે ભારતીય કંપનીઓમાં પૈસા મોકલવા માટે ઘણી વિદેશી કંપનીઓ પાસેથી મદદ લેવામાં આવી હતી. ટેક્સ અધિકારીઓને આશંકા છે કે આ પૈસા ટેક્સ હેવંસમાં ખોટી રીતે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાંસફર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોદી જર્સીમાં એક ટ્રસ્ટ મોન્ટે ક્રિસ્ટો ઓફ સેટેલર અને બેનેફીશરી રહ્યા છે. આ ટ્રસ્ટની અંડરલાઈંગ કંપની મોન્ટે ક્રિસ્ટો વેંચર્સ લિમિટેડને યૂબીએસ એજી, સિંગાપુર સાથે બહામાજમાં બનાવવામાં આવી હતી. આ કંપનીઓએ અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઈનકમ એન્ડ ઈંપોઝિશન ઓફ ટેક્સ ટેક્સ એક્ટ 2015 અંતર્ગત સંપત્તિનો ખુલાસો નથી કર્યો. આના કારણે જ આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.