ઈતિહાસની સૌથી મોટી રેઇડ, 163 કરોડ રોકડા અને સોનું ઝડપાયું

0
3666

ચેન્નાઈઃ ઇન્કમટેક્સ વિભાગના ઇતિહાસમાં આજે સૌથી મોટી રેડ પડી છે. ઈનકમ ટેક્સ વિભાગે ચેન્નાઈમાં 22 જગ્યાએ પાડેલા દરોડામાં મળેલી રકમ બાદ કડક કાર્યવાહી શરૂ કરી છે. હાઈવેનું નિર્માણ કરતી કંપનીએ કરોડો રૂપિયા બેનામી બનાવ્યા હોવાનો આ સૌથી મોટો પૂરાવો છે. આવકવેરા વિભાગે સોમવારે ચેન્નાઈમાં પાડેલા દરોડામાં 163 કરોડ રૂપિયા કેશ અને 100 કિલો સોનું જપ્ત કર્યું છે. આવકવેરા વિભાગે દરોડાની આ કાર્યવાહી ચેન્નાઈમાં રસ્તાનો કોન્ટ્રાક્ટ લેનાર નાગરાજન સેચ્યદુરઇની કંપની SKG ગ્રુપની ઓફિસમાં માર્યાં હતા.

સવારે 6 વાગ્યે ‘ઓપરેશન પાર્કિગ મની’ના નામથી શરૂ થયેલી કાર્યવાહીમાં આવેકવેરા વિભાગે તામિલનાડુમાં 22 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. અા કંપનીઅે સહયોગી કંપનીઅોને ટેક્સ ન ચૂકવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ચેન્નાઈની શાખા દ્વારા 22 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. રોકડા રૂપિયા પાર્કિગમાં ઉભેલી કારમાં રહેલી યાત્રાની બેગમાં છૂપાવામાં આવ્યા હતા. ત્યારે આઈટી દ્વારા પાડવામાં આવેલા આ દરોડાને લઈને રાજકારણમાં પણ હડકંપ મચી ગયો છે. કંપનીને બચાવવા માટે રાજકીય અગ્રણીઓ પણ એલર્ટ બની ગયા છે.

સમગ્ર મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ઓપરેશન આવકવેરા વિભાગની ચેન્નાઈ તપાસ ટીમ ચલાવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન અમને 163 કરોડ રૂપીયા કેશ મળ્યા જેનો કોઈ રેકોર્ડ જ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે જો દરોડાની કાર્યવાહી યથાવત રહી તો કંપનીના અનેક કાળા કારનામાઓને કૌભાંડોનો ખુલાસો થઈ શકે છે. નાગરાજનના રાજ્યના મુખ્યમંત્રી ઈ.પલાનીસામી સહિત સત્તાધારી AIADMKના અનેક નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.  અધિકારીઓનું કહેવું છે કે આ દરોડાની કાર્યવાહી મંગળવારે પણ યથાવત છે. ત્યારે જપ્ત થયેલી રકમ હજુ વધી શકે છે.