આવકવેરા વિભાગે 24 ડિફોલ્ટરોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી- આવકવેરા વિભાગે ટેક્સ નહી ચુકવનાર 24 વ્યક્તિઓ અને એકમોના નામ જાહેર કર્યા છે. જે લોકો નાણાના અભાવે ટેક્સ ભરી શકવામાં અસમર્થતા દાખવી છે. આવા લોકોએ અંદાજે 490 કરોડ રૂપિયાનો ટેક્સ ચુકવ્યો નથી. ડિપાર્ટમેન્ટે ડિફોલ્ટરોના નામ જાહેર કરીને અગ્રણી સમાચારપત્રોમાં જાહેરાત આપી છે, જેથી તમામને ખબર પડે કે આ નામવાળા ડિફોલ્ટરોની યાદીમાં છે.

દિલ્હીમાં પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ આવકવેરાની તરફથી પ્રકાશિત થયેલ નોટિસમાં આવા લોકોએ તાત્કાલિકપણે ટેક્સ ચુકવી દેવા જણાવ્યું છે. આવા નામ જાહેર કર્યા તેની સાથે કંપની અથવા તો વ્યક્તિનું નામ, કંપનીની ડીરેક્ટરો અને તેમના ભાગીદારોના નામ, કંપનીની સ્થાપના તારીખ, વ્યક્તિની જન્મતારીખ, તેમના ખાતા નંબર, ટીટીએન, સરનામું, બાકી ટેક્સ, આકલન વર્ષ અને સંબધિત ટેક્સ ઓથોરિટીના અધિકારક્ષેત્રનો ઉલ્લેખ કર્યો છે.

આ ડિફોલ્ટર્સ કંપનીઓ અને વ્યક્તિઓ ફૂડ, શરાફી બિઝનેસ, સોફટવેર, રીયલ એસ્ટેટ અને ઈનગોટ ઉત્પાદકો વિગેરે છે. સૌથી વધુ દિલ્હીની કંપની મેસર્સ સ્ટાક ગુરુ ને તેમના ભાગીદાર લોકેશ્વર દેવ પાસેથી આવકવેરા પેટે રૂ.86.27 કરોડ બાકી છે. નોટિસમાં કહ્યું છે કે ડિફોલ્ટર્સનો પત્તો નથી, અને ટેક્સ ચુકવા પુરતી સંપત્તિ પણ નથી.