આઇઆઇટી-ખડગપુરના વિદ્યાર્થીએ બનાવ્યું પ્રદૂષણને નાથતું યંત્ર

નવી દિલ્હીઃ IIT ખડગપુરના એક વિદ્યાર્થીએ એવું ઉપકરણ બનાવવાનો દાવો કર્યો છે કે જેને વાહનોના સાઈલેન્સર પાસે ફીટ કરવામાં આવશે તો તે વાયુ પ્રદૂષણ પર લગામ લગાવશે. છાત્રએ આને પીએમ-2.5 નામ આપ્યું છે. આઈઆઈટી ખડગપુરના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દેવયાન સાહાએ દાવો કર્યો છે કે આ ઉપકરણને જ્યારે કારમાં લગાવવામાં આવશે તો, તે પોતાની આસપાર 10 વાહનોમાંથી નિકળતા પ્રદૂષણની અસરને ખતમ કરી શકે છે.

એમ્સમાં રીસર્ચર સાહાએ કહ્યું કે, આપણા દ્વારા વિકસિત કરવામાં આવેલી ટેક્નિકમાં ઈલેક્ટ્રિક ઉર્જા અને તરંગ ઉર્જાનો ઉપયોગ કરીને પી.એમ 2.5 જેવા પ્રદૂષકોને એ હદ સુધી પ્રભાવિત કરી શકાય છે કે તે વાતાવરણથી અન્ય પ્રદૂષક કણોને આકર્ષિત કરનારા ચુંબકની જેમ કામ કરે છે. જેવો તેમનો આકાર તેઓ ભારે થઈ જાય છે અને માટીની જેમ જમીન પર સુરક્ષિત રીતે પડે છે.

તેમણે કહ્યું કે પ્રદૂષણની સમસ્યાનું ઉંડાણથી અધ્યયન કર્યા બાદ તેમણે જાણ્યું કે અસલી કારણ પીએમ 2.5 નથી પરંતુ તેનો સુક્ષ્મ આકાર છે જેના કારણે તે આપણા ફેફસા અને લોહીમાં સરળતાથી ઘૂસી જાય છે. સાહા પોતાની પ્રોડક્ટનો વાણિજ્યિક દ્રષ્ટીથી ઉપયોગ કરવા માટે અલગ-અલગ સંગઠનો સાથે વાતચિત કરી રહ્યા છે.