જિઓને ટક્કર આપવા આઈડિયાનો નવો પ્લાન, રોજ મળશે 5 જીબી ડેટા

નવી દિલ્હી– આઈડિયાએ એક નવો પ્રીપેઈડ પેક લોન્ચ કર્યું છે, જેમાં અનલિમિટેડ કૉલની સામે પ્રતિદિન 5જીબી ડેટા આપવામાં આવે છે. તેની સાથે પ્રતિદિન 100 એસએમએસ પણ સામેલ છે. આ પ્લાનની કીમત 998 રૂપિયા રાખવામાં આવી છે. અને તેની વેલિડિટી 35 દિવસની રખાઈ છે. આઈડિયાનો આ પ્લાન એરટેલ અને રિલાયન્સ જીઓના 799 રૂપિયાના પ્લાનની સામે આપવામાં આવ્યો છે.આ પ્લાનની સાથે પ્રીપેઈડ સબ્સ્ક્રાઈબર્સને આઈડિયા મેજિક ઓફર પણ આપવામાં આવશે. જેમાં આઈડિયા એપ અથવા વેબસાઈટથી રીચાર્જ કરવા પર 3300 રૂપિયા સુધી કેશબેક આપવામાં આવશે. આઈડિયાએ 998 રૂપિયાવાળા પેકમાં કૉલને લઈને કેટલીક મર્યાદા નક્કી કરી છે. જેમાં પ્રતિદિન 250 મીનીટ, પ્રતિમીનીટ 1000 મીનીટ અને પ્રતિહપ્તે 100 યૂનિક નંબરની મર્યાદા રખાઈ છે.

જે સબ્સ્ક્રાઈબર્સ આ મર્યાદાને પાર કરશે તેને લોકલ અને એસટીડી કૉલ્સ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરથી પૈસા ચુકવવાના આવશે. હાલમાં આ પેકને ઓરિસ્સા સર્કલમાં જ ઉપલબ્ધ કરાયું છે.

એવી જ રીતે જીઓ રૂપિયા 799ના પ્લાનમાં 28 દિવસ સુધી પ્રતિદિન 5 જીબી- 4જી ડેટા આપી રહ્યું છે. જેમાં અનલિમિટેડ વૉઈસ કૉલ્સ અને એસએમએસનો ફાયદો મળશે. તે ઉપરાંત એરટેલ પણ 799 રૂપિયામાં પ્રતિદિન માત્ર 3.5 જીબી- 4જી ડેટા આપી રહ્યું છે, અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]