આઈડિયા સેલ્યુલરની ખોટ વધીને રુ. 1284 કરોડ પર પહોંચી

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યૂલર દ્વારા બુધવારના રોજ ત્રીજા ત્રિમાસિકગાળાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તેની ખોટ વધીને 1,284.50 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આઈડિયાને ગત વર્ષ ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં જ 383.90 કરોડ રૂપિયાની ખોટ આવી હતી.

ડિસેમ્બર 2017 સુધી તેનું કુલ દેવું 55,781.80 કરોડ રૂપીયા હતું. આમાં નીલામીમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમ માટે ડેફર્ડ પેમેંટ ઓબ્લિગેશન અંતર્ગત ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમનું દેવું પણ સમાવીષ્ટ છે. કંપનનું કહેવું છે કે મોબાઈલ ટર્મિનેશન ચાર્જ એટલે કે એમટીસી અને ઈંટરકનેક્શન યૂઝેજ ચાર્જ એટલે કે આઈયૂસીમાં કપાતની ખોટને વધારવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે 31 ડિસેમ્બર 2017ના રોજ તેના 20 કરોડ 30 લાખ જેટલા ગ્રાહકો હતા.

ત્રીમાસીક ગાળાના પરીણામોની જાહેરાત બાદ બોમ્બે સ્ટોક એક્સચેંજ પર આઈડિયા સેક્યુલરના શેર 5 ટકા ઘટીને 94.10 રૂપીયા પર ટ્રેડ કરી રહ્યા હતા. ડિસેમ્બરના ત્રીમાસીક ગાળામાં તમામ તમામ જવાબદારીઓને દૂર કરીને થયેલી કમાણી 18.5 ટકા ઘટીને 1,223.3 કરોડ રૂપીયા રહી ગઈ હતી જે બીજા ત્રીમાસીક ગાળામાં 1,501.6 કરોડ રૂપીયા હતી. વોડાફોન ઈંડિયાની સાથે મર્જરને લઈને કંપનીએ જણાવ્યું કે હવે રેગ્યુલેટરી અપ્રુવલ્સની રાહ છે અને આશાઓ છે કે બંન્ને કંપનિઓ માટે વિલયની પ્રક્રિયા જૂન પહેલા પૂર્ણ થઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]