RBIએ IDBI બેંકની નાણાકીય સ્થિતિ પર નાણામંત્રાલયને લખી ચીઠ્ઠી

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંકે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ચીઠ્ઠી લખીને આઈડીબીઆઈ બેંકની કથળેલી નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે આ મામલે સરકારને પગલા ભરવાની અપીલ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચીઠ્ઠીમાં બેંકની કેટલીય ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાંથી એક કમી નોન પરફોર્મિંગ એસેટ્સ છુપાવવા સાથે જોડાયેલી છે.

આરબીઆઈએ જણાવ્યું કે અમને તપાસમાં માહિતી પ્રાપ્ત થઈ છે કે બેંકની બેડ લોનની ઓળખની પદ્ધતિમાં મોટી ગરબડ સામે આવી છે. તેમણે જણાવ્યું કે બેંકના એનપીએ વધારે હોઈ શકે છે. આરબીઆઈએ આ મામલે સરકારને જણાવ્યું છે. આઈડીબીઆઈને પહેલા જ આરબીઆઈએ પીસીએ કેટેગરીમાં મુક્યું છે. ડિસેમ્બર 2017 સુધી બેંકનો એનપીએ 50,622 કરોડ રૂપીયા હતો જે તેના કુલ લોનના 24.72 ટકા છે. ડિસેમ્બર 2017ના ત્રીમાસીક ગાળામાં આઈડીબીઆઈ બેંકને 1,542 કરોડ રૂપીયાનું નુકસાન થયું હતું. કેટલીક શરતોનું પાલન ન કરવા પર આરબીઆઈ બેંકોને પીસીએ કેટેગરીમાં નાંખે છે. ત્યારબાદ સંબંધિત બેંકના કામકાજ પર કેટલીક પાબંદી લગાવવામાં આવે છે અને બેંકને એનપીએ ઘટાડવા માટે કહેવામાં આવે છે.