ગૂગલનું સર્ચ એન્જિન બેસ્ટ છેઃ ટીમ કૂક

સેન ફ્રાન્સિસ્કો – ટેક્નોલોજી જાયન્ટ અને વિશ્વભરમાં લોકપ્રિય થયેલા આઈફોનની ઉત્પાદક કંપની એપલના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ટીમ કૂકે ગૂગલ સાથે એમની કંપનીએ કરેલા અબજ ડોલરના કરારનો બચાવ કર્યો છે.

કૂકે કહ્યું છે કે ગૂગલનું સર્ચ એન્જિન બેસ્ટ છે.

ઉલ્લેખનીય છે કે એપલના ડીવાઈસીસ ઉપર ગૂગલ સર્ચ ડીફોલ્ટ રહેશે. આ માટે એપલે ગૂગલ સાથે કરાર કર્યો છે.

કૂકનું કહેવું છે કે અમે અમારા યુઝર્સને મદદરૂપ થવા માટે ઘણી અજમાયશો કરી જોઈ. આખરે અમને ખાતરી થઈ છે કે ગૂગલ બેસ્ટ સર્ચ એન્જિન છે.

એપલના સફારી બ્રાઉઝરમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન બની રહેવા માટે ગૂગલ કંપનીએ એપલને 9 અબજ ડોલર ચૂકવ્યા હોવાનો અહેવાલ છે.