કાર કંપનીનો નવો નુસખો, ગ્રાહકોને આપી રહી છે ગોલ્ડ કોઈન….

નવી દિલ્હીઃ ગળાકાપ હરીફાઇના જમાનામાં પોતાની પ્રોડક્ટ તરફ ગ્રાહકોને વાળવા કંપનીઓ અવનવા નુસખા કરતી જોવા મળે છે. એવી જ રીતે હ્યુંડાઈ પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ સમર ગોલ્ડન ઓફર લઈને આવી છે. આ સ્કીમ અંતર્ગત કંપની પોતાની જાણીતી ગાડીઓની ખરીદી પર ગ્રાહકોને 3 ગ્રામ સોનાનો સિક્કો અને બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આપને જણાવી દઈએ કે, આ ઓફર માત્ર 31 એપ્રિલ સુધી જ લાગુ છે.

મહત્વનું છે કે હ્યુન્ડાઈએ ગત વર્ષે જ પોતાની સેન્ટ્રોને એકવાર ફરીથી લોન્ચ કરી હતી. હ્યુન્ડાઈએ ગત વર્ષે જ પોતાની સેન્ટ્રોને એકવાર ફરીથી ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. હ્યુન્ડાઈ પોતાની એક કાર જેનું નામ સેન્ટ્રો છે તેના પર કંપની સોનાના સિક્કા સિવાય 20,000 રુપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. તો હ્યુન્ડાઈ આઈ10 ની ખરીદી પર કંપની 30 ગ્રામ સોનાના સિક્કા સાથે 95,000 રુપિયાનું બેનિફિટ પણ આપી રહી છે.

ત્યારે કંપનીએ આ સોનાના સિક્કાની ઓફર આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આ સાથે જ કંપની દ્વારા ગ્રાહકો માટે 3 ગ્રામ સોનાના સિક્કાની સાથે 20,000 રુપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]