પર્યટન પર જીએસટી ઘટાડવા સરકારને સૂચન

નવી દિલ્હીઃ આગામી બજેટ 2018-19 રજૂ થયાં પહેલાં ભારતને વૈશ્વિકસ્તર પર સેવાઓની રજૂઆત કરવા તેમ જ સ્થાનિક પર્યટનને વેગ આપવા માટે જીએસટી દરો ઓછા કરવાની વાત કહેવામાં આવી રહી છે.

ઉદ્યોગ જગતે ઘરેલુ પર્યટન ક્ષેત્રને વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધી બનાવવા માટે કરની કીમતો પર પુનર્વિચાર કરવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે રોજગાર સૃજન અને સમાવેશી વિકાસના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ આ ક્ષેત્રને અનુકૂળ નીતિઓ તેમ જ માહોલથી મદદ મળશે.

વૈશ્વિક દરો પર સેવાઓની રજૂઆત

મેક માય ટ્રિપના સંસ્થાપક અને ગ્રુપના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ દીપ કાલરાએ એક નિવેદનમાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા ક્ષેત્રીય દેશોમાંથી પ્રતિસ્પર્ધા કરવા માટે ભારતને વૈશ્વિક દર પર સેવાઓની રજૂઆત કરવાની જરૂરુયાત છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કરની ઓછી કીંમતોએ આ બજારને પ્રમુખ પર્યટન સ્થળ બનાવ્યા છે. જ્યારે પર્યટકો માટે ખર્ચના દ્રષ્ટિકોણથી ભારત નુકસાનમાં રહ્યું છે.