કેવી રીતે મળશે 5 લાખની યોજનાનો લાભ…

નવી દિલ્હીઃ આયુષ્માન ભારતને લાગુ કરનારી શીર્ષ સંસ્થા નેશનલ હેલ્થ એજન્સીએ વેબસાઈટ અને હેલ્પલાઈન લોન્ચ કરી દીધી છે. આની મદદથી તમે એ વાત જાણી શકો છો કે આપનું નામ યોજનાના લાભાર્થીઓની યાદીમાં છે કે નથી. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 10 કરોડ પરિવારોને 5 લાખ રુપિયા વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ યોજનાની શરુઆત 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ઝારખંડથી કરશે.

5 લાખ રુપિયાની મફત સારવારનો લાભ લેવા માટે તમારે આયુષ્માન ભારતની વેબસાઈટ mera.pmjay.gov.in પર જઈને અથવા તો હેલ્પલાઈન નંબર 14555 પર ફોન કરીને તમે એ વાત જાણી શકો છો કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહી મળે. પોતાના મોબાઈલ નંબર અથવા રેશનિંગ કાર્ડની મદદ કોઈપણ વ્યક્તિ એ જાણી શકે છે લાભાર્થીઓના લિસ્ટમાં તેમનું નામ છે કે નહી. ઓટીપીથી વેરીફિકેશન બાદ ઓનલાઈન KYC પૂર્ણ કરવું પડશે. તમે હેલ્પલાઈન નંબર ફોન કરીને એ પણ જાણી શકો છો કે તમે વીમો પ્રાપ્ત કરવા માટે હકદાર છો કે નહી.

જે જગ્યાઓ પર પાયલોટ પ્રોજેક્ટની શરુઆત થઈ ગઈ છે ત્યાંની સરકારી જિલ્લા હોસ્પીટલોમાં આયુષ્માન મિત્રની નિયુક્તિ કરવામાં આવી જેઓ દર્દીઓની મદદ કરશે અને લાભાર્થી તેમજ હોસ્પિટલ વચ્ચે સમન્વય સ્થાપિત કરશે. તેઓ હેલ્પ ડેસ્ક ચલાવી રહ્યા છે. યોગ્યતા અને એનરોલમેન્ટ માટે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ કરે છે. તમામ લાભાર્થીઓને QR કોડ વાળો લેટર મોકલવામાં આવશે. આને સ્કેન કરીને યોજનાનો લાભ ઉઠાવવા માટે યોગ્યતાની ચકાસણી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ દેશભરમાં લઈ શકાશે. તો આ સાથે જ યોજના અંતર્ગત પેનલમાં સમાવિષ્ટ દેશના કોઈપણ સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ સારવાર કરાવી શકાશે. રાજ્યોની તમામ સરકારી હોસ્પિટલો આ યોજનામાં સમાવિષ્ટ હશે. તો આ સાથે જ ઈએસઆઈસીથી સંબંધીત હોસ્પિટલોને બેડ ઓક્યૂપૈંસી રેશ્યોના પેરામિટરના આધારે આની પેનલમાં સમાવિષ્ટ કરી શકાશે. પ્રાઈવેટ હોસ્પિટલોના મામલે નિશ્ચિત ક્રાઈટએરિયાના આધારે ઓનલાઈન ઈમ્પૈનલ્ડ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]