ઈમાનદારીથી ટેક્સ ભરનારને મળશે વીઆઈપી ટ્રીટમેન્ટ, સરકાર લાવી રહી છે યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂક કરવામાં આવી છે જે આ મામલે પોતાનો રિપોર્ટ આપશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ટેક્સપેયર અને સરકાર વચ્ચે વિશ્વાસ વધારવાનો છે.

–     ઈમાનદાર ટેક્સ પેયરને રાજ્યોના ગવર્નર સાથે ચા પીવાની તક પ્રાપ્ત થશે

–     એરપોર્ટ ચેકઈન કરવામાં છૂટ આપવામાં આવી શકે છે

–     એરપોર્ટ પર લોંજના એક્સેસમાં છૂટ મળી શકે છે

–     પાસપોર્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે

–     ડેડીકેટેડ ટોલ લેનમાં છૂટ આપવા મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે

 

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વર્ષ 2004 પહેલા પણ ઈમાનદાર ટેક્સપોયરને રિવોર્ડ આપતું રહ્યું છે. આ યોજનાનું નામ સન્માન હતું. પરંતુ વર્ષ 2004 બાદ યોજના યોગ્ય રીતે આગળ ન વધી શકી. ત્યારે આ વચ્ચે બ્લેક મની અને બેનામી સંપત્તિ માટે કાયદો આવ્યો. આવામાં ઈમાનદાર ટેક્સ પેયરમાં પણ ભરોસો કાયમ કરવાને લઈને સરકાર ફરીથી આ યોજના શરુ કરવા જઈ રહી છે.

 

ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના ઘણા દેશોમાં ચાલી રહી છે. જાપાનમાં આવા ટેક્સપેયરને ત્યાંના રાજા સાથે ફોટો ક્લિક કરવાની તક આપવામાં આવે છે. ફિલિપીંઝમાં આવા લોકોને લોટરીની તક પ્રાપ્ત થાય છે. સાઉથ કોરિયાના ઈમાનદાર ટેક્સ પેયરને એક સર્ટીફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફીકેટ બતાવીને એરપોર્ટ પસ વીઆઈપી અને ફ્રી કાર પાર્કિંગ લઈ શકાય છે.