1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 6 નિયમ, આજે જ પુરા કરી લો આટલા કામ

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી કેટલાક નિયમ અને કાયદામાં બદલાવ થવા જઈ રહ્યો છે. આ બદલાવોની સીધી અસર આપણા લોકો પર પણ પડવાની છે. અને એટલા માટે જરુરી છે કે આ બદલાવો અનુસાર જરુરી કામ પહેલાથી જ આપણે પુરા કરી લઈએ જેથી આગળ આપણે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ખાસ વાત એ છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિયમમાં બે મોટા બદલાવ આવવા જઈ રહ્યા છે. તો બે અન્ય બદલાવો પેન્શન ધારકો માટે પણ છે. તો આ સીવાય પણ અન્ય બે બદલાવો આવવા જઈ રહ્યા છે. ત્યારે આવો 1 ડિસેમ્બરથી આવનારા કેટલાક મહત્વપૂર્ણ બદલાવો પર નજર કરીએ…

  • બંધ થશે નેટ બેંકિંગ સર્વિસ

એસબીઆઈ બેંક કસ્ટમર્સ જો આગળ પણ નેટ બેંકિંગનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તેમણે 30 નવેમ્બર સુધીમાં પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પડશે. આમ ન કરવા પર 1 ડિસેમ્બરથી તેમની ઈન્ટરનેટ બેંકિંગ સર્વિસ બંધ થઈ જશે.

  • એસબીઆઈનું વોલેટ આજથી બંધ

એસબીઆઈ પોતાનું વોલેટ એસબીઆઈ બડી આજથી જ બંધ કરી રહી છે. તેની જગ્યાએ એસબીઆઈ યોનો એપ્લિકેશન કામ કરી રહી છે. એટલા માટે જો એસબીઆઈ બડીમાં તમે પૈસા નાખી રાખ્યા છે તેને નિકાળી લો. એસબીઆઈ બડી ઓગષ્ટ 2015માં 13 ભાષાઓમાં લોન્ચ થયું હતું.

  • જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ

દરેક વર્ષમાં નવેમ્બરનો મહિનો પેન્શનરો માટે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાનો હોય છે. આ વર્ષે પણ આની ટર્મ 30 નવેમ્બર જ છે. આમ ન કરવા પર પેન્શનરોનું પેન્શન રોકાઈ શકે છે.

  • પેન્શન લોનની પ્રોસેસિંગ ફી

એસબીઆઈની શાખાઓથી પેન્શનની રકમ કાઢવા વાળા 76 વર્ષ સુધીની ઉંમરના કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર  અથવા રક્ષા વિભાગના પેન્શનધારકોને 1 ડિસેમ્બરથી પેન્શન લોન લેવા પર પ્રોસેસિંગ ફી આપવી પડશે. આના માટે બેંકે ફેસ્ટિવ ઓફર અંતર્ગત 30 ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફી માફ કરી હતી.

  • ડ્રોન ઉડાવવાની મંજરી

દેશમાં 1 ડિસેમ્બરથી ડ્રોન ઉડાવવાની મંજરી મળી જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આની રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી છે. આ અંતર્ગત ડ્રોનના માલિકો અને પાયલટોને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને પ્રત્યેક ઉડાન માટેની મંજૂરી લેવી પડશે. આના માટે એપ્લિકેશન પર અરજી કરીને તુરંત જ ડિજિટલ પરમિટ્સ પ્રાપ્ત કરી શકાશે.

  • પ્લેસમેન્ટ સીઝન શરુ
    આઈઆઈટી મદ્રાસમાં 1 ડિસેમ્બરથી પ્લેસમેન્ટ સીઝન શરુ થઈ રહી છે. પ્લેસમેન્ટ સેશનના પહેલા ફેઝમાં 326 કંપનિઓએ 490 જોબ પ્રોફાઈલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેમ્પસ રિક્રૂટમેન્ટનું પ્રથમ ચરણ 1 થી 8 ડિસેમ્બર સુધી ચાલશે. જો કે 5 ડિસેમ્બરના રોજ રિક્રૂટમેન્ટ કામ નહી થાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]