હિરાનંદાની ગાર્ડન્સ પવઈમાં ‘એટલાન્ટિસ’માં પ્રસ્તુત કરે છે બુટિક હોમ્સ

Project Website…

https://www.hiranandani.com/Hiranandani_Gardens.aspx

મુંબઈ – હિરાનંદાની ગ્રુપ એટલે પ્રીમિયમ આવાસો માટેનું જાણીતું નામ. મુંબઈના પવઈ વિસ્તારમાં પોતાના સૌથી પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક પ્રોજેક્ટ હિરાનંદાની ગાર્ડન્સમાં એણે બુટિક હોમ્સનો નવો કન્સેપ્ટ લોન્ચ કર્યો છે. ‘એટલાન્ટિસ’માં પહેલી જ વાર પ્રસ્તુત છે 2BHK ટાવર્સમાં બુટિક હિરાનંદાની હોમ્સ. એમાં ઉપલબ્ધ છે એક્સક્લુઝિવ ક્લબહાઉસ તથા અન્ય પ્રીમિયમ સુવિધાઓ. ઘર ખરીદવા ઈચ્છતા લોકોને એમની પસંદગીનું લોકેશન આપવા માટે આ ગ્રુપ મશહૂર છે અને તેનો નવો શરૂ કરાયેલો પ્રોજેક્ટ પણ એ પ્રમાણેનો જ છે. મુંબઈની સ્કાયલાઈનને એક નવી જ પરિભાષા આપવા માટે અને તમામ વર્ગના રહેવાસીઓને સમાવતી ટાઉનશિપમાં જીવંત જાગતિક સમાજનું નિર્માણ કરવા માટે હિરાનંદાની ગ્રુપ પ્રખ્યાત છે. હવે બુટિક હોમ્સ દ્વારા લોકોને ટાપુ શહેર મુંબઈના સૌથી ભપકાદાર વિસ્તારમાં સપનાંનું ઘર ખરીદવાનો તે અવસર પૂરો પાડે છે.

‘એટલાન્ટિસ’માં નિર્મિત બુટિક હોમ્સ અનોખાપણા અને વૈભવી સ્પેસ માટે જાણે પ્રતિક બન્યા છે. નવી પેઢીના હોમ બાયર્સની જરૂરિયાત સંતોષાય એ રીતે આ ઘરોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ ઘરોમાં રહેનારને પ્રાઈવસી તો મળે જ છે, સાથોસાથ નયનરમ્ય પવઈ સરોવર તથા શહેરનાં દર્શનનો આનંદ પણ પ્રાપ્ત થાય છે.

‘એટલાન્ટિસ’ એટલે 2BHK રહેણાંક ઘરોના એક્સક્લુઝિવ ટાવર્સ, જેમાં સમૃદ્ધિથી મહાલતાં ઘર ખરીદનારાઓને મળે છે અમુક સર્વોત્તમ ફીચર્સ અને આધુનિક સુવિધાઓ. જેમ કે, એક્સક્લુઝિવ ક્લબહાઉસની સાથે સ્વિમિંગ પૂલ, મલ્ટીપરપઝ હોલ, જિમ્નેશિયમ. આ બધું ઘર ખરીદનારાઓની લક્ઝરી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે એવું. માટે જ, જે લોકો પવઈમાં હિરાનંદાની ટાઉનશિપમાં ઘર ખરીદવા ઈચ્છતા હોય અને એવું માનતા હોય કે શોરબકોરથી શાંતિ મળશે તો તમારું સપનું સાકાર કરવા માટે આ શુભ સમાચાર છે.

હિરાનંદાની ગ્રુપના સહ-સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. નિરંજન હિરાનંદાનીનું માનવું છે કે લોકોને ઉચ્ચ સ્તરીય જીવનપદ્ધતિ અને જાગતિક લાઈફસ્ટાઈલ પૂરી પાડીને પવઈસ્થિત હિરાનંદાની ગાર્ડન્સે એક નવા યુગનું નિર્માણ કર્યું છે. હિરાનંદાની ગાર્ડન્સમાં ઘર ખરીદીને તમે એક પ્રીમિયમ એડ્રેસના માલિક બનો છો. મુંબઈના સૌથી ઈચ્છનીય ડેસ્ટિનેશન્સમાંના એક, એવા હિરાનંદાની ગાર્ડન્સમાં રહેવું એટલે સમાન સ્તરનાં લોકોથી સમાવિષ્ટ વૈભવશાળી વિસ્તારમાં આવાસનું ગૌરવ પ્રાપ્ત થવું. તેથી, ‘એટલાન્ટિસ’માં ઘર ખરીદવાથી આકાંક્ષી હોમ બાયર્સનું સપનું સાકાર થયું ગણાય. બીજી મહત્ત્વની વાત એ કે, આ પ્રોજેક્ટને ઓક્યૂપેશન સર્ટિફિકેટ મળી ગયું છે અને એમાં GST પણ લાગુ થતો ન હોવાથી ઘણી બધી રીતે આ હોમ બાયર્સ માટે અનુકૂળતાભર્યું છે.

દરેક ઘરમાં મળે છે ડિઝાઈનમાં વિચારગમ્ય સ્પર્શ, ઉત્તમ એક્સટીરિયર, જેના આર્કિટેક્ચરની વૈભવતા ઊડીને આંખે વળગે એવી છે. આને લીધે જ હિરાનંદાની સ્ટાઈલનાં ઘરની ખરીદી માટે આ પ્રોજેક્ટ એક આદર્શ પસંદગી બને છે. સેમી ફર્નિશ્ડ 2BHK ઘરોમાં પણ ઈટાલીયન માર્બલ ફ્લોરિંગ, ફૂલ્લી ફર્નિશ્ડ મોડ્યૂલર કીચન સહિતની શ્રેષ્ઠતમ આંતરિક સુવિધા ઉપલબ્ધ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]