તેલ ઉત્પાદક દેશોને મોદીએ કરી ટકોર, સોનાનું ઈંડુ આપતી મરઘીને ન મારો

નવી દિલ્હીઃ તેલની કીંમતોમાં થયેલા ભાવ વધારાથી સરકાર ઘેરાણી છે. ચૂંટણી નજીક હોવાથી તેલની કીંમતો વધવાની સાથે સરકારની બેચેની પણ વધી રહી છે. દિલ્હીમાં વૈશ્વિક તેમજ સ્થાનીક તેમજ ગેસ કંપનીઓના શીર્ષ અધિકારીઓ સાથે ત્રીજી વાર્ષિક ચર્ચામાં વડાપ્રધાન મોદીએ સાઉદી અરબ જેવા તેલ ઉત્પાદક દેશોને ભાવ ઓછા કરવાની દીશામાં પગલા ભરવા જણાવ્યું છે.

મોદીએ ઓઈલ ખરીદનારા ભારત જેવા દેશોની તુલના સોનાનું ઈંડુ આપનારી મરઘી સાથે કરી અને તેલ ઉત્પાદક દેશોને કહ્યું કે તેમણે સોનાનું ઈંડુ આપતી આ મરઘીને ન મારવી જોઈએ. સાઉદી અરબના પેટ્રોલિયમ પ્રધાન ખાલિદ અલ ફાલિહે ભારતની ચિંતાઓ પર વિચારનો ભરોસો આપ્યો.

નબળા પડતા રુપિયાને રાહત આપવાના હેતુથી વડાપ્રધાને વૈશ્વિક તેલ ઉત્પાદકોથી ચૂકવણી સાથે જોડાયેલી શરતોની સમીક્ષાનો અનુરોધ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોનાનું ઈંડુ આપનારી મરઘી વાળી કહેવતનો ઉપયોગ કરતા જણાવ્યું કે ઓઈલની કીંમતોમાં વધારાથી ઉત્પાદક અને ગ્રાહક બંન્નેની ચિંતાઓ વ્યાજબી છે અને આને યોગ્ય સ્તર પર લાવવાની જરુરિયાત છે.

ક્રૂડ ઓઈલની વધી રહેલી કીંમતોના કારણે મોદી સરકારને ગત મહીને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવી પડી હતી. એક વર્ષમાં આવું બીજી વાર થયું હતું. 2019ની ચૂંટણીને જોતા સમાજ કલ્યાણની યોજનાઓ પર મોદી સરકાર વધારે જોર આપી રહી છે પરંતુ તેલની કીંમતોમાં વધારાથી સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]