ટ્રેડ વૉરના ભયે શેરબજારમાં ભારે વેચવાલીઃ સેન્સેક્સમાં 300 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નરમાઈ આગળ વધી હતી. ટ્રેડ વોરના ભયને પગલે દુનિયાના તમામ સ્ટોક માર્કેટમાં ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી, અને ભારતીય શેરબજાર પણ તેની પાછળ ગબડ્યું હતું. મેટલ સેકટરના શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 300.16(0.88 ટકા) ગબડી 33,746.78 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 99.50(0.95 ટકા) તૂટી 10,358.85 બંધ થયો હતો.

યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેમની સરકાર ચીનથી સ્ટીલની આયાત પર 25 ટકા અને એલ્યૂમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવશે. સાથે ટ્રમ્પે ટ્રેડ વોરને યોગ્ય ઠેરવ્યું હતું. જે સમાચારને પગલે ચીને અમેરિકાને ધમકી પણ આપી હતી. પણ સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડ વોરના ભય હેઠળ એશિયાઈ સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. ખાસ કરીને મેટલ સ્ટોકમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. ભારતીય શેરબજારમાં સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં નરમાઈનો દોર આગળ વધ્યો હતો. ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં જોરદાર વેચવાલીથી ઈન્ડેક્સ પણ ઝડપી ઘટ્યો હતો.

 • પીએનબી કૌભાંડમાં રોજ નવા સમાચાર આવી રહ્યા છે.
 • ગીતાજંલિ જેમ્સમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી. સતત 13 દિવસમાં ગીતાજંલિ જેમ્સના શેરનો ભાવ સતત 70 ટકા ઘટી ગયો છે. રોકાણકારોના રુ.517 કરોડ ડૂબી ગયા છે.
 • દિલીપ બિલ્ડકોનને રુ.4473 કરોડનો કર્ણાટકનો બે હાઈવેનો પ્રોજેક્ટ મળ્યો છે, જેથી દિલીપ બિલ્ડકોનના શેરમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • બીએસઈ પરથી આજે 36 કંપનીઓના શેર ડિલિસ્ટ થયા હતા.
 • શુક્રવારે ધૂળેટીની શેરબજારમાં રજા હતી. ગુરુવારે એફઆઈઆઈએ રુ.241 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.3.29 કરોડનું વેચાણ કર્યું હતું.
 • એનબીસીસીને આરઈસીનો રુ.192 કરોડનો ઓર્ડર મળ્યો છે.
 • એલઆઈસીએ અશોક લેલેન્ડમાં 2.04 ટકાનો હિસ્સેદારી ઘટાડી છે.
 • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા.
 • આજે મેટલ સેકટરનો ઈન્ડેક્સ 495 પોઈન્ટ ગગડ્યો હતો.
 • નરમ બજારમાં પણ આઈટી, ટેકનોલોજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં ટેકારુપી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • રોકડાના શેરોમાં ધૂમ વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 156.85 માઈનસ બંધ રહ્યો હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 196.70 તૂટ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]