પાનકાર્ડ ખોવાઈ જાય તો નકલ મેળવવા આ પદ્ધતિ અપનાવો

નવી દિલ્હીઃ પાનકાર્ડ એક એવો દસ્તાવેજ છે કે જે ખૂબ જરુરી છે. ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં આ ખૂબ જરુરી હોય છે. જો આ પાનકાર્ડ ખોવાઈ જાય તો એ બધા આરિથક વ્યવહારોમાં મુશ્કેલીઓ પડી શકે છે જ્યાં એનો ઉપયોગ અનિવાર્ય છે.

પણ માની લો કે તમારું પાન કાર્ડ ક્યાંક ખોવાઇ જાય છે તો એની નકલ કેવી રીતે મેળવવી એ પણ જાણી લેવું જરૂરી છે.

આ રહી એ નકલ મેળવવાની સરળ રીતઃ

  1. સૌથી પહેલા https://www.tin-nsdl.com/  વેબસાઈટ પર જાઓ.
  2. હોમપેજ પર ‘Reprint of PAN Card’ પર ક્લિક કરો. જો આપને હોમ પેજ પર આ લિંક ન મળે તો ‘Services’ અને ‘PAN’ ઓપ્શન પર ક્લિક કરો. હવે ‘Reprint of PAN Card’ પ્રાપ્ત કરવા માટે નીચે સ્ક્રોલ કરો.
  3. આપના કોમ્પ્યુટર સ્ક્રીન પર એક વેબપેજ ખુલશે. તમે પાન, આધાર નંબર તેમજ ડેટ ઓફ બર્થ તેમાં નાંખો. હવે પાનકાર્ડને Reprint કરવાને લઈને આધાર ડેટાના ઉપયોગને આપવા માટે ટિક બોક્સને સિલેક્ટ કરો.
  4. કેપ્ચા કોડ નાંખો અને સબમિટ પર ક્લિક કરો.
  5. આપની પર્સનલ વિગતો કમ્પ્યુટર સ્ક્રીન પર હવે જોવા મળશે.
    OTP મેળવવા માટે તમે ઈ-મેઈલ, મોબાઈલ અથવા બંન્ને પસંદ કરો. ટિક બોક્સને પસંદ કરો, જેનાથી એ પુષ્ટી થાય કે આપનું પાનકાર્ડ આવકવેરા વિભાગ પાસે ઉપ્લબ્ધ વિગતોના આધાર પર જ પ્રીન્ટ થાય.
  6. હવે ‘Generate OTP’ પર ક્લિક કરો. તમારા નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી અથવા તો બંન્ને સિલેક્ટ કર્યું હશે તો બંન્ને પર ઓટીપી આવી જશે.
  7. બોક્સમાં ઓટીપી એન્ટર કર્યા બાદ સબમીટ પર ક્લિક કરો.
  8. જ્યારે OTP વેલિડ થઈ જશે તો તમે પેમેન્ટ કરવા માટે કહેવામાં આવશે. પેમેન્ટ કરવા માટે PAY Conform પર ક્લિક કરો. તમે પેમેન્ટ ગેટવે પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે.
  9. હવે પેમેન્ટ કરો. તમારે 50 રુપિયા અહીંયા ભરવાના રહેશે.
  10. જ્યારે પેમેન્ટ થઈ જશે તો ટ્રાંઝેક્શનની વિગતો કમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે. હવે પેમેન્ટની પાવતી જનરેટ તેમજ પ્રીન્ટ કરવા માટે ‘Continue’ પર ક્લિક કરો.
  11. આપના નોંધાયેલા મોબાઈલ નંબર પર અક્નોલેજમેન્ટ નંબર સાથે એક મેસેજ આવી જશે. આ એસએમએસ તમને E-PAN ડાઉનલોડ કરવા માટે લિંક પણ આપશે.