આગામી સમયમાં ભારત ટ્રિલિયન ડોલરની ડિજિટલ ઈકોનોમી બની શકે છે: દેબજાની ઘોષ

ગાંધીનગર: દેશમાં અત્યારે સ્ટાર્ટ-અપ્સ માટે સારી તકો રહેલી છે તેને જોતા આગામી સમયમાં ભારત ટ્રિલિયન ડોલરની ડિજિટલ ઈકોનોમી બની શકે છે એવું નાસકોમના ચીફ દેબજાની ઘોષે જણાવ્યુ હતું. વાઈબ્રન્ટ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં દેબજાનીની ઘોષે જણાવ્યું કે, દેશના ઈન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસનું મુલ્ય ૧૬૭ અબજ ડોલર આંકવામાં આવે છે. ૧૬૭ અબજ ડોલરના બિઝનેસમાં ગુજરાતનો હિસ્સો ફક્ત એક અબજ ડોલર જેટલો છે. ગુજરાતએ સહાસિકોનો ગઢ માનવામાં આવે છે.

તેથી આગામી સમય ગુજરાત આઈટી ક્ષેત્રે સારી પ્રગતિ કરવી જોઈએ. અત્યારે ગુજરાતનો ગ્રોથ રેટ ૧૦.પ ટકા છે જે સારો કહી શકાય પરંતુ અન્ય રાજ્યોના પણ આજ રેટ પ્રમાણે વૃદ્ધિ કરી રહ્યા છે. અત્યારે આઈટી ક્ષેત્ર તક ઝડપવાનો સમય છે. જેમાં ખાસ કરીને એનર્જી, વોટર અને ખાસ કરીને હેલ્થ ક્ષેત્રે તકો રહેલી છે. અત્યારે આઈટી ક્ષેત્ર અલગ માનવામાં આવે છે પરંતુ તેને અન્ય પરમપરાગત ઉદ્યોગ સાથે જોડવાની જરૂર છે. અત્યારના સમયે સરકારને સ્ટાર-અપને બિડિંગ દ્વારા ખરીદવાની જરૂર છે.

વાતાવરણ અને ઈકો- સિસ્ટમ બનાવવાની જરૂર છે. નાસકોમના ચીફે જણાવ્યુ કે, ગુજરાતે અન્ય વિવિધ વિસ્તારમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે જેમાં આઈટી ગ્રોથમાં ૧૦ ગણો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ કે, અમે પડકારનો સ્વિકાર કર્યો છે અને આગામી સમયમાં આઈટી યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી જેએન સિંહે જણાવ્યુ કે, અમદાવાદ અત્યારે સમગ્ર દેશમાં નવો પ્રવેશ દ્વારા માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧ર૦૦થી વધારે સ્ટાર્ટ-અપની એપ્લિકેશન આવી ગઈ છે. નોંધનીય છે કે, પ્રથમ વખત આઈટી રિસર્ચ પેપર રિલિઝ કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]