જીએસટીએ છ મહિનામાં ભરી આટલી તિજોરી…

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં જીએસટી કલેકશન 1 લાખ 710 કરોડ રુપિયા રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજી વાર 1 લાખ કરોડ રુપિયાથી વધુ કલેકશન રહ્યું છે. અગાઉ આ એપ્રિલમાં જીએસટીએ સરકારને 1.03 લાખ કરોડ રુપિયા મળ્યા હતા. સપ્ટેમ્બરમાં આ કલેકશન 94,442 કરોડ રુપિયા હતું. એક જુલાઈ 2017એ દેશમાં જીએસટી લાગુ થયો હતો.

સરકારને નવેમ્બર-ડિસેમ્બરમાં જીએસટી કલેકશનનો આંકડો 1 લાખ કરોડ રુપિયાથી ઉપર જવાની અપેક્ષા હતી. જોકે ઓક્ટોબરમાં જ તેને સફળતા મળી હતી. નાણાંપ્રધાન અરુણ જેટલીનું કહેવું છે કે જીએસટીના ઓછા દરો, દેશમાં એક ટેક્સની વ્યવસ્થા અને બીજા ટેક્સ સુધારાઓને કારણે આ સફળતા મળી છે. ઓક્ટોબરમાં સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારને 48,954 કરોડ રુપિયા અને રાજયોને 52,934 કરોડ રુપિયા મળ્યા. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહીનામાં કુલ 67.45 લાખ જીએસટીઆર ફાઈલ થયા છે.

બુધવારે જાહેર થયેલા વર્લ્ડ બેંકના ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસના રિપોર્ટમાં ભારતને 77મું રેન્કીગ આપવામાં આવ્યું. ભારતના રેન્કીંગમાં એક વર્ષમાં 23 ક્રમનો સુધારો થયો છે. વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફેરફાર જીએસટીથી આવ્યો છે. ગત વર્ષે રેન્કિંગમાં જીએસટીને સામેલ કરવામાં આવ્યું ન હતું. જીએસટીએ કારોબારને શરૂઆત કરવાનું સરળ બનાવી દીધું છે. કારણ કે તેમાં ઘણા બધા એપ્લિકેશન ફોર્મને ઈન્ટિગ્રેટ કરીને સિંગલ જનરલ ઈન્ફોર્મેશન ફોર્મ લાવવામાં આવ્યું છે. તેના કારણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]