ગ્રાહક બનીને ટેક્સ ચોરી પકડશે ઓફિસરો, નફાખોરી મળી તો થશે કેસ…

નવી દિલ્હીઃ જીએસટીમાં વારંવાર ઘટાડા બાદ પણ આનો ફાયદો સામાન્ય લોકો સુધી ન પહોંચતો હોવાની ફરિયાદો છે. તેથી નફાખોરી રોકવા માટે સરકારે એક નવો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન અંતર્ગત જીએસટી અધિકારી પોતે ગ્રાહક બનીને દુકાનો પર જશે અને તે ખ્યાલ મેળવશે કે લોકોને ટેક્સમાં થયેલા ઘટાડાનો લાભ મળી રહ્યો છે કે નહીં. જો ક્યાંય પણ નફાખોરીની સાબિતી મળી તો પછી તે દુકાનદાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.આ પ્લાન અંતર્ગત આવનારા દિવસોમાં જીએસટી કમિશનર 20 મોટા બિઝનેસ ટૂ બિઝનેસ સપ્લાયર્સની ઓળખ કરશે. ત્યારબાદ આ સપ્લાયર્સની ઈનવોઈસ કરવામાં આવશે. આમાં જોવામાં આવશે કે કરના દરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે કે નથી. તેમાં કમિશનરને પોતાના ક્ષેત્રમાં નફાખોરી વિરોધી સેલ બનાવવાની પણ અનુમતિ હશે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવી રહ્યું છે કે જ્યારે જીએસટી કાઉન્સિલે નફાખોરી વિરોધી પ્રાધિકરણના કાર્યકાળમાં વધારો કર્યો છે.

જીએસટી અધિકારી સામાનો પર લાગેલા એમઆરપી સ્ટિકરની પણ તપાસ કરશે. જો ક્યાંય પણ નફાખોરીના સબૂત મળ્યાં તો અધિકારી એક માસ અંદર રાજ્યસ્તરીય સ્ટીયરિંગ કમિટી પાસે ફરિયાદ નોંધાવશે. જીએસટી અધિકારી કીંમતોમાં બદલાવ, ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા, મોક પરચેઝ, એમઆરપી સ્ટીકરની તપાસ સહિતનો ડેટા એકત્ર કરશે.