નવી દિલ્હી- નવા વર્ષની પહેલાં કેન્દ્ર સરકારે વપરાશકારો માટે રાહતોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 26 ઉત્પાદનો પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 અને 5 ટકા કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની 31મી બેઠક પછી જીએસટીના નવા દરની જાહેરાત કરી છે. જો કે સીમેન્ટ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. તે પહેલાંની જેમ જ 28 ટકાના સ્લેબમાં રહેશે.ઉપરાંત ઓટોપાર્ટસ સ્લેબમાં પણ કોઇ ફેરફાર નથી.
બેઠક પછી નાણાંપ્રધાન અરુણ જેટલીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કુલ 33 વસ્તુઓ પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. 26 ઉત્પાદનો પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 અથવા 5 ટકા કરવામાં આવ્યો છે. છ ઉત્પાદનો પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. નાણાંપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે સીમેન્ટ પર જીએસટીના દર અંગે ચર્ચા થઈ નથી.
GST કાઉન્સિલની સાથે સાથે…
– ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરી પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. – 32 ઈંચ સુધીના ટીવી પર જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે. – 28 ટકાના સ્લેબમાં હવને ફકત 34 વસ્તુઓ બચી છે. – 100 રૂપિયાથી વધુ ઉપરની સિનેમા ટિકીટ પર 18 ટકા જીએસટી લાગશે – 100 રૂપિયા કે તેનાથી ઓછી રકમની સિનેમા ટિકીટ પર 12 ટકા જએસટી લાગુ થશે. – ટાયર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો – વ્હીલચેર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો – ફ્રોઝન કરેલ શાકભાજી પર જીએસટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરાયો – ફૂટવેર પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા અને 5 ટકા થયો – બિલયર્ડસ અને સ્નૂકર પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા – લીથિયમ બેટરી પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા – થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ પર જીએસટી 18 ટકાથી ઘટી 12 ટકા – ધાર્મિક યાત્રા પર દર 18 ટકાથી ઘટી 12 ટકા અને 5 ટકા કરાયો
– સીમેન્ટ પર જીએસટી ઘટાડવાથી રૂપિયા 13,000 કરોડનો બોજો પડે છે. માટેની તેની હાલ ચર્ચા થઈ નથી – જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠક જાન્યુઆરીમાં થશે – જાન્યુઆરીની બેઠકમાં રીએલ એસ્ટેટ પર ચર્ચા થશે – નાણાંપ્રધાને કહ્યું કે રોજની જરુરિયાતની વસ્તુઓ સસ્તી થશે – રાજકોષીય ખાદ્યના મંથન માટે પ્રધાનોની સમિતિ બનશે – ઓટો પાર્ટ્સ પર જીએસટી દર ઘટાડવાથી રૂપિયા 20,000 કરોડનો બોજો પડશે – ફિટમેન્ટ કમિટીની ભલામણોને માની લેવામાં આવી છે – જીએસટીની વસૂલાત અપેક્ષા કરતાં ઓછી થઈ છે – મહારાષ્ટ્ર અને બંગાળમાં જીએસટીની આવક વધુ થઈ છે – કેટલાક રાજ્યોમાં હજી જીએસટીની વસૂલાત ઓછી છે. – વીતેલા વર્ષના 6 મહિનામાં રૂપિયા 30,000 કરોડના કમ્પેન્શેસનની માગ કરાઈ છે – વીતેલા વર્ષના 8 મહિનામાં રુપિયા 48,000 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. – કેરળ આપદા સેસ લગાવવા અંગે વિચારણા ચાલુ રહી છે |