નવી દિલ્હી- દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 31મી બેઠક મળી રહી છે. નાણાંપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળી રહેલા આ બેઠકમાં કેટલીક વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે.. જેમાં કુલ 33 વસ્તુનો સ્લેબ ઘટીને 18 ટકામાં લવાઈ છે. આ ઉપરાંત ટેક્સ અનુપાલનમાં સરળતાને લઈને કેટલાક વિકલ્પો પર પણ ચર્ચા થઈ છે.જોકે સીમેન્ટ અને ઓટૉ પાર્ટસ પરનો સ્લેબ ઘટાડવા અંગે આ બેઠકમાં નિર્ણય લેવાયો નથી, તે આગામી બેઠકમાં સહમતિ સધાશે તો લેવામાં આવશે. આ સાથે જનધન એકાઉન્ટ સર્વિસમાંથી જીએસટી હટાવી લેવાયો છે. આગામી બેઠકમાં કેરલ આપદા સેસ લગાવવા પર પણ વિચારણા કરવામાં આવશે.
નાણાંપ્રધાને જણાવ્યું કે 28 ટકા સ્લેબમાં કુલ 34 આઈટમ છે તેમાં 28 આઈટમ એવી છે. જેમાં લક્ઝરી અને સિન આઈટમ્સ કહેવાય તેવી વસ્તુઓ છે. 13 આઈટમ્સ ઓટોમોબાઈલ પાર્ટની અને એક સીમેન્ટ છે. સીમેન્ટની રેવન્યૂ 13000 કરોડ છે અને ઓટોમોબાઈલ પાર્ટની રેવન્યૂ 20,000 કરોડ છે. જો આ બંનેને નીચે લાવવામાં આવે તો 33000 કરોડ રુપિયાની ઘટ પડે છે.
નાણાંપ્રધાને જીએસટી બેઠક પૂર્ણ થયાં બાદ પ્રેસનો સંબોધન કર્યું હતું તેના કેટલાક અંશ…
હાઈલાઈટ્સ…
1- 1 એપ્રિલ 2019થી નવી રીટર્ન ફાઈલિંગ સીસ્ટમ ટ્રાયલ બેઝ પર શરુ થશે અને જૂલાઈની પહેલી તારીખથી ફરજિયાત બનશે. 2- 18 ટકા કે તેથી વધુના સ્લેબમાં 34 આઈટમ રહેશે 3-જીએસટી કાઉન્સિલ સહમત થઈ કે લક્ઝરી આઈટમ્સ સિવાયની તમામ વસ્તુઓ 28 ટકાથી નીચેના સ્લેબમાં રહેશે 4-28 ટકાના સ્લેબમાંથી કુલ 22 આઈટમ્સ દૂર કરવામાં આવી 5- એવો કોઈ પુરાવો નથી કે ખાતેદારના ખાતાં રકમ પાછી આવે છે. 6-33 આઈટમ્સ પરનો જીએસટી દર ઘટાડીને 18થી 12 અને 5 ટકામાં લઈ જવાયો છે 7-કીમતોમાં ઘટાડો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે 8-એન્યુઅલ રીટર્ન ભરવાની મુદત વધારીને 30 જૂન 2030 કરવામાં આવી 9-મોનિટર્સ અને ટીવી સ્ક્રીન્સ, ટાયર્સ, લીથીયમ-આયોન બેટરીની પાવર બેન્કને 28માંથી ઘટાડી 18 ટકાના સ્લેબમાં લઈ જવાઈ છે 10- દિવ્યાંગો માટે વપરાતાં કેરેજીસને 5 ટકાના દરમાં લઈ જવાયાં છે 11-100 રુપિયા સુધીની સિનેમા ટિકીટને 12 ટકા અને 100થી વધુની કીમતની ટિકીટને 18 ટકામાં લઈ જવાઈ છે. આ પહેલાં તે 28 ટકામાં હતી. |
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે 1,200 થી વધુ વસ્તુઓ અને સેવાઓમાંથી 99 ટકા પર 18 ટકા અથવા તેનાથી ઓછો જીએસટી લાગશે.