સરકારના અચ્છે દિનઃ ડિસેમ્બરમાં GST કલેક્શન વધ્યું

નવી દિલ્હી– બજેટ પહેલા કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. સતત બે મહિના દરમિયાન જીએસટી કલેક્શનમાં ઘટાડો જોયા પછી ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન વધીને રૂપિયા 86,783 કરોડ થયું છે. નાણા મંત્રાલયે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.નાણા મંત્રાલયના કહેવા પ્રમાણે ડિસેમ્બર 2017માં જીએસટી અંતગર્ત કુલ આવકનું કલેક્શન રૂપિયા 86,703 કરોડ થયું છે. આ કલેક્શન ડિસેમ્બર 2017 અને 24 જાન્યુઆરી 2018 સુધીમાં સરકારને મળ્યું છે. નવેમ્બરમાં જીએસટી હેઠળ કુલ કલેક્શન ઘટીને રૂપિયા 80,808 કરોડ પર પહોંચી ગયું હતું. ઓકટોબરમાં જીએસટી કલેક્શન રૂપિયા 83,000 કરોડ હતું. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા 92,150 કરોડ હતું.નાણા મંત્રાલયે કહ્યું છે કે 24 જાન્યુઆરી, 2018 સુધીમાં જીએસટી અનુસાર 1 કરોડ કરદાતાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 17.11 લાખ વેપારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કમ્પોઝીશન યોજના અનુસાર કર્યું છે. આ યોજનામાં આવનારા વેપારીઓએ દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરવું પડે છે. ડિસેમ્બરમાં 56.30 લાખ જીએસટીઆર 3બી રિટર્ન ફાઈલ થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]