સાઈકલ જેવું ઈ-બાઈક, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 62 કિ.મી…

નવી દિલ્હીઃ બ્રિટીશ ઈલેકટ્રિક બાઈક મેકર ગોજીરો મોબિલિટીની ઈ બાઈક ગોજીરો મોબિલિટી વન ભારતીય બજારમાં વેચાણ માટે રજૂ કરાયું છે. ગોજીરો વન 400 વોટ લિથિયમ બેટરી પેકથી લેસ છે, જે એકવાર ચાર્જ કરવા પર 60 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ગોજીરો વન ત્રણેય મોડ થ્રોલટ, પૈડલ એસિસ્ટ, વોક મોડ અને મેન્યુઅલ પૈડલમાં મળશે. એટલે કે આ બાઈકનું ચાર્જિંગ પુરુ થયા બાદ તેને સાઈકલની જેમ ચલાવી શકાશે.

ઈ-બાઈકમાં 250 વોટની બીએલડીસી મોટર લાગેલી છે, જે આને દમદાર પાવર આપે છે. સેફ્ટી ફીચર્સ તરીકે બાઈકમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, જ્યારે આમાં એક વધારે યૂએસબી પોર્ટ અને આઈપી 65 રેટિડ કનેક્ટર પણ છે. આ બાઈકની ફ્રેમસેટ સ્ટેટ હાર્ડ ટેલથી બનેલી છે જ્યારે આગલા સસ્પેન્શનમાં ઈલેકટ્રિક બ્રેક્સ અને ડ્યુઅલ મીકેનિકલ ડિસ્ક બ્રેક્સનો ઓપ્શન છે. ગોજીરો વનમાં 260 એમએમ સીટ મળશે. આની અન્ય ફિચર્સમાં બૈકલિટ એલસીડી ડિસ્પ્લે યૂનિટ ટ્રિપ, ડિટેલ્સ ફીચર્સ સહિત શામિલ છે.

પ્રીમિયમ ગીજીરો ઈ-બાઈકની કીંમત 32,999 રુપિયા છે, જેમાં જીએસટી શામિલ છે.આ ઈ-બાઈક WWW. Gozero.com પર ઉપ્લબ્ધ છે. આ માસના અંત સુધી આ ઈ-બાઈક ગોજીરો નાઓ એક્સપીરિયંસ સેન્ટર અને એમોજન પર પણ ઉપ્લબ્ધ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]