કેન્દ્ર સરકાર દ્વારા નવા 1500 જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ જન ઔષધિ કેન્દ્રની સફળતાને જોતા મોદી સરકાર હવે 1500 જેટલા નવા જનઔષધિ કેન્દ્ર ખોલવા જઈ રહી છે. આ કેન્દ્ર માર્ચ 2019 સુધી ખુલી જશે. ત્યારે હવે તમારી પાસે ફરી એકવાર જનઔષધિ કેન્દ્ર ખોલવાની તક છે. આના દ્વારા મહિનાની 20 થી 25 હજાર રૂપીયાની કમાણી થઈ શકે છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે લગભગ 3500 જેટલા જનઔષધિ કેન્દ્ર ખોલ્યા હતા. સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશના દરેક વિસ્તારમાં લોકોને માર્કેટ રેટથી 80 થી 85 ટકા સુધી સસ્તી દવા ઉપ્લબ્ધ થાય.

સરકારે પહેલા જનઔષધિ કેન્દ્ર ખોલવા પર 2.5 લાખ રૂપીયાની સરકારી સહાયતા પ્રદાન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ મદદ અત્યાર સુધી મળી રહી નથી. ત્યારે સરકારે હવે સરકારે નક્કી કર્યું છે કે દવા વેચવા મળનારા 20 ટકા જેટલા કમિશન સિવાય અલગથી 10 ટકા ઈન્સેન્ટિવ આપવામાં આવશે. આના માટે દેશભરમાં પીઓએસ મશીન આપવામાં આવશે. આના દ્વારા દર મહિને બેંક એકાઉન્ટમાં ઈન્સેન્ટિવ મોકલવામાં આવશે. સરકારની યોજના છે કે ઈન્સેન્ટિવ ત્યાં સુધી આપવામાં આવે કે જ્યાં સુધી 2.5 લાખ રૂપીયા પૂરા ન થઈ જાય. દવાની દુકાન ખોલવામાં પણ આશરે 2.5 લાખ રૂપીયાનો ખર્ચ થાય છે ત્યારે આ પૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે.

કોણ ખોલી શકે છે જનઔષધિ સેન્ટર

જન ઔષધિ સેન્ટર ખોલવા માટે સરકારે ત્રણ કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીમાં કોઈપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર સ્ટોર ખોલી શકશે. બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફ હેલ્પ ગ્રુપને સ્ટોર ખોલવાની તક પ્રાપ્ત થશે. તો ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો દ્વારા નોમિનેટ કરવામાં આવેલી એજન્સી હશે. દુકાન ખોલવા માટે 120 સ્કવેરફૂટ એરિયામાં દુકાન હોવી જરૂરી છે. સેન્ટર ખોલનારા લોકોને સરકાર દ્વારા 650 થી પણ વધારે પ્રકારની દવાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]