એક એપ્લિકેશન જે ખોલે કમાણીનો નવો રસ્તો, જાણો શું છે પ્રોસેસ

નવી દિલ્હીઃ જો તમે તમારા ઘરના ધાબા પર સોલાર પ્લાન્ટ લગાવીને કમાણી કરવા ઈચ્છો છો તો મોદી સરકારે તમારુ કામ વધારે સરળ કરી દીધું છે. સરકારે એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે જેને તમે તમારા સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરીને સોલાર પાવરનો વ્યાપાર શરુ કરી શકો છો.

જો તમે વ્યાપારની જગ્યાએ પોતાનું વિજળી બીલ ઓછુ લાવવા ઈચ્છો છો તો પણ આ મોબાઈલ એપ્લીકેશન તમારુ કામ સરળ કરી દેશે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીએ આ એપ્લીકેશન તૈયાર કરી છે અને તેને લોન્ચ પણ કરી દીધી છે. સરકારે આ એપ્લીકેશનને અટલ રુફટોપ સોલર યૂઝર નેવિગેટર નામ આપ્યું છે.

જો તમે તમારા ઘરની છત પર આ સોલર પ્લાન્ટ લગાવવા ઈચ્છો છો તો આ એપ્લીકેશનને પોતાના એન્ડ્રોઈડ ફોનના પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ મોબાઈલ એપ એનઆઈસીએ ડેવલપ કરી છે. મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ થતા જ આપ એપને ખોલશો તો સૌથી પહેલા બેઝિક જાણકારી પ્રાપ્ત થશે. જેમ કે છત પર 10 વર્ગ મીટરના સોલાર પ્લાન્ટથી 1 કિલોવોટ પાવર જનરેટ કરી શકાય છે અથવા મહિને 150 યૂનિટ વિજળી જનરેટ કરી શકાય છે. તો આ સાથે જ પ્લાન્ટની બેંચમાર્ક કોસ્ટ, સબસિડી, બેંક લોન સહિત બેઝિક જાણકારી અહીંયા આપવામાં આવી છે.

આ એપના માધ્યમથી આપ પોતાના ઘરની છત પર પણ સોલાર પ્લાન્ટ લગાવી શકો છો. જેમ કે એપમાં એક ઓપ્શન છે કે હાઉ ટુ ઈન્સ્ટોલ સોલાર પ્લાન્ટ. આને ક્લિક કરતા જ આપને એ જણાવવાનું રહેશે કે રેસિડેન્શિયલ પ્લાન્ટ લગાવવો છે કે કોમર્શિયલ કે પછી ઈન્સ્ટીટ્યૂશનલ. ત્યારબાદ આપે પોતાના રાજ્ય અને જિલ્લાનું પૂરુ એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈ મેઈલ આઈડી આપવાનું રહેશે. આને સબમિટ કરતા જ તમારી રિક્વાયરમેન્ટ સોલાર પ્લાન્ટ લગાવનારી એજન્સી સુધી પહોંચી જશે અને ત્યારબાદ તેના કર્મચારી તમારી સાથે સંપર્ક કરીને સોલાર પ્લાન્ટ લગાવવા આવી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]