કેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને ભેટ, સરકાર એનપીએસમાં આપશે વધારે યોગદાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. કેબિનેટે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં સરકારનું યોગદાન વધારીને મૂળ વેતનના 14 ટકા કરી દીધું છે. અત્યારે આ 10 ટકા છે. જો કે કર્મચારિઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે.

પ્રધાન મંડળે કર્મચારિઓના 10 ટકા સુધીના યોગદાન માટે ઈનકમ ટેક્સ કાયદાની કલમ 80સી અંતર્ગત કરી પ્રોત્સાહનને પણ મંજૂરી આપી. અત્યારે સરકાર તથા કર્મચારીઓનું એનપીએસમાં યોગદાન 10-10 ટકા છે. કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન 10 ટકા પર બન્યું રહેશે જ્યારે સરકારનું યોગદાન 10 ટકાથી વધીને 14 ટકા કરાયું છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાન મંડળની બેઠકમાં સરકારી કર્મચારિઓને કુલ કોષમાંથી 60 ટકા ટ્રાંસફરની મંજૂરી આપવામાં આવી જે અત્યારે 40 ટકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સાથે જ કર્મચારિઓ પાસે નિશ્ચિત આવક ઉત્પાદનો અથવા શેર ઈક્વિટીમાં રોકાણનો વિકલ્પ હશે. તેમણે જણાવ્યું કે પ્રધાન મંડળના નિર્ણય અનુસાર જો કોઈ કર્મચારી રિટાયર્ડ થતા સમયે એનપીએસમાં જમા પૈસાનો કોઈપણ ભાગ કાઢવાનો નિર્ણય ન કરે અને 100 ટકા પેન્શન યોજનામાં ટ્રાંસફર કરે તો તેનું પેન્શન અંતિમ વાર પ્રાપ્ત થયેલા વેતનના 50 ટકાથી વધારે હશે.

સરકારે રાજસ્થાનમાં થનારી ચૂંટણીને લઈને આની જાહેરાત નહોતી કરી. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારને અત્યારે નવી યોજનાની નોટિફિકેશન તારીખ મામલે નિર્ણય કરવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]