સરકારને શંકાઃ SME સ્કીમની આડમાં GSTની ચોરી કરી રહી છે કંપનીઓ

નવી દિલ્હીઃ સરકારને આશંકા છે કે નાના વ્યાપારીઓની સુવિધા માટે લાગુ કરવામાં આવેલી કંપોઝિશન સ્કીમનો દૂરઉપયોગ કરીને ત્રિમાસિક ગાળામાં 2 લાખ રૂપિયાનું ટર્નઓવર બતાવવામાં આવી રહ્યું છે. જુલાઈ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આશરે 10 લાખ એંટિટીઝે જીએસટી માટે કંપોઝિશન સ્કીમની નિમણૂક કરી છે. આ અંતર્ગત માત્ર ટર્નઓવરની ડીટેલ્સ બતાવવાની હોય છે અને સામાન્ય દરથી ટેક્સ ભરવાનો હોય છે. આમાંથી આશરે 6 લાખ એંટિટીઝે 25 ડિસેમ્બર સુધી રિટર્ન્સ કર્યા છે. પરંતુ આ એંટિટીઝથી એક ત્રિમાસિક ગાળામાં પ્રાપ્ત થયેલી કુલ રકમ 251 સુધી પહોંચી ગઈ છે. આ આધારે તેમનું વાર્ષિક ટર્નઓવર 8 લાખ રૂપિયાનું હોય છે.

આ પ્રકારના આંકડાઓને લઈને સરકારી તંત્ર હેરાન છે કારણ કે જીએસટીમાં રજિસ્ટ્રેશન માટે વાર્ષિક 20 લાખ રૂપિયાના ટર્નઓવરની દરકાર હોય છે. એકબાજુ જીએસટી રજિસ્ટ્રેશન પણ છે તો બીજીતરફ 15 લાખ એંટિટીઝે પોતાને પણ કંપોઝિશન સ્કીમની પણ હકદાર ગણાવી છે. ત્યારે હવે અધિકારીઓને આશંકા સતાવી રહી છે કે ઘણા સ્તર પર આપવામાં આવી રહેલી રાહતોના કારણે સિસ્ટમમાંથી ટેક્સ રેવન્યૂને નુકસાન પહોંચી રહ્યું છે.