જીએસટી રીટર્નમાં ભૂલ સુધારવાનો નિયમ બન્યો આસાન…

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ કંપનીઓ અને વ્યાવસાયિકોને માસિક રીટર્ન- જીએસટીઆર-3 બી ભરવામાં થયેલી ભૂલો સુધારવા અને ટેક્સ ચૂકવણીમાં સમાયોજન કરવાને મંજૂરી આપી છે. આ કારણે વેપારીઓ ભય વિના રીટર્ન ભરી શકશે. આ છૂટથી તેવા વેપારીએને ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની તક પણ મળશે જેમણે શરુઆતમાં જીએસટી ચૂકવણીની રકમ ગણવામાં કોઇ ભૂલો કરી હોય.

ઉદ્યોગ સંગઠનો દ્વારા આ છૂટની માગણી કરવામાં આવી હતી સાથે જ કેટલાક નિયમ સરળ કરવાની માગણી પણ છે. ઓનલાઇન ટેક્સ રીટર્ન દાખલ કરવામાં નવી પ્રણાલિ અપનાવવામાં સરળતાનો હેતુ આ છૂટ આપવા પાછળ રહેલો છે. સીબીએસસીએ  જણાવ્યું હતું કે જીએશટીઆર-3બીમાં પાછલા મહિનાઓના અલગઅળગ આંકડાઓને રીપોર્ટ કરવાની વ્યવસ્થા નથી, તે આંકડાઓને શુદ્ધ આધાર ઉફર ચાલુ મહિનાના મૂલ્ય સાથે યોગ્ય ટેબલમાં નાખી શકાય છે. આઉટપુટ ટેક્સ ચૂકવણી અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં સમાયોજન કરતાં વખતે જીએસટીઆર-3બીમાં કોઇપણ પ્રકારની નકારાત્મક એન્ટ્રી નથી થઇ શકતી.

જીએસટીઆર-3બીમાં વેપારીઓએ દર મહિનાના 20માં દિવસે રીટર્ન દાખલ કરવાનું હોય છે. જેમાં પાછલાં મહિનામાં અપાયેલા ટેક્સની વિગતો હોય છે. હવે છૂટ મળતાં જીએસટી રીટર્ન ફોર્મમાં ફેરફાર કરવામાં મુશ્કેલીનો અનુભવ કરતાં વેપારીઓને રાહત મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]