જીએસટી બાદ એક નવા સુધારાની દિશામાં સરકાર, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ જીએસટી બાદ ભારતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા માટે સરકાર અન્ય એક મોટા રિફોર્મ પર આગળ વધી રહી છે. સ્ટોક્સ, ડિબેન્ચર, સહિત કોઈપણ ફાઈનાંશિયલ ઈન્સ્ટુમેન્ટના ટ્રાંસફર પર સરકાર દેશભરમાં સમાન સ્ટેમ્પ ડ્યૂટી દરને લાગૂ કરવાની તૈયારીમાં છે.

આ પગલુ ગત વર્ષની ટેક્સ સિસ્ટમને લઈને કરવામાં આવેલા મોટા બદલાવ જીએસટીની જેમ જ છે કે જેણે રાજ્યો અને કેન્દ્રોના ઘણા ટેક્સને એક કરી દીધા છે. નવા સુધારા અંતર્ગત સરકાર આખા દેશમાં સ્ટેમ્પ ડ્યૂટીને એક સમાન કરવા ઈચ્છે છે.

અધિકારીક સુત્રોના જણાવ્યા અનુસાર પ્રસ્તાર તૈયાર છે અને રાજ્યોની પણ સહમતી છે. સંસદના શીતકાલીન સત્રમાં આ બદલાવને પાસ કરવા માટે લાવવામાં આવી શકે છે. આ પગલુ ભરવાથી રાજ્યોના રાજસ્વ પર અસર નહી પડે.

આપને જણાવી દઈએ કે સ્ટેમ્પ ડ્યૂટી જમીન સાથે જોડાયેલા ટ્રાંઝેક્શન અને ડોક્યુમેન્ટ પર લાગે છે પરંતુ આને જીએસટીના વર્તુળમાંથી બહાર રાખવામાં આવી હતી. બિલ્સ ઓફ એક્સચેન્જ, ચેત, લેન્ડિંગ બિલ્સસ લેટર્સ ઓફ ક્રેડિટ, ઈન્શ્યોરન્સ પોલીસીઝ, શેર ટ્રાંસફર, એકરાર-નામુ વગેરે જેવા સાધનો પર સ્ટેમ્પ ડ્યૂટી સંસદમાંથી નક્કી થાય છે. જો કે અન્ય નાણાકીય સાધનો પર સ્ટેમ્પ ડ્યૂટીનો દર રાજ્ય કરે છે.

સ્ટેમ્પ ડ્યૂટીમાં ભિન્નતાના કારણે મોટાભાગે લોકો ટ્રાંઝેક્શન એવા રાજ્યો દ્વારા કરે છે કે જ્યાં દર ઓછો હોય છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ પહેલા રાજ્યોને સલાહ આપી હતી કે ઈલેક્ટ્રોનિંક માધ્યમથી થનારા ફાઈનાંશિયલ ટ્રાંઝેક્શન પર સ્ટેમ્પ ડ્યૂટીઝને એક સમાન બનાવો અથવા માફ કરી દો.

એક સમાન સ્ટેમ્પ ડ્યૂટી રેટ માટે 1899ના કાયદામાં બદલાલ માટે પ્રયાસ પહેલા પણ થયા છે પરંતુ રાજ્યોએ આ અપીલને ફગાવી દીધી હતી કારણ કે તેઓ સ્ટેમ્પ ડ્યૂટી પર અધિકાર ખોવા નથી માંગતા.