ટામેટા અને બટાકાના ભાવ વર્ષભર રહેશે એક સમાન, જાણો કારણ…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન યોજનાને મંજૂરી આપી છે. આનાથી ખેતીની દશા અને દિશા સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકાર ઓપરેશન ગ્રીન અંતર્ગત એવો ઉપાય કરવા જઈ રહી છે આનાથી બટાકા અને ટામેટાના ભાવ આખુ વર્ષ એક સમાન રહેશે. આ મામલે કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં ખાદ્ય પ્રસંસ્કર ઉદ્યોગ મંત્રાલયની એક બેઠક થઈ હતી જેમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી..

સરકારે બજેટ 2018-19 માં ઓપરેશન ગ્રીનનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું કે 500 કરોડ રુપિયાના ખર્ચથી આનું નિર્માણ કરાશે. ઓપરેશન ગ્રીનને બે ચરણોમાં લાગુ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં બટાકા અને ટામેટા તેમજ ડુંગળીના ભાવ એક સમાન રાખવાની જવાબદારી નાફેડને જવાબદારી સોંપાશે. આ એક શોર્ટ ટર્મ પ્રોસેસ હશે. આમાં એજન્સી પાકના ઉત્પાદન સહિતના મુદ્દે કામ કરશે. આના માટે સરકારના ખાદ્ય પ્રસંસ્કરણની ઉદ્યોગ મંત્રાલય દ્વારા 50 ટકા સબસિડી આપવામાં આવશે. જો કે આ યોજના 50 કરોડ રુપિયાથી વધારેની હોવી જોઈએ.

સરકાર બીજા ચરણમાં લોન્ગ ટર્મ માટે ડુંગળી અને ટામેટાના ભાવ એક સમાન રાખવાની યોજનાઓ પર કામ કરશે. આમાં કિસાન ઉત્પાદક સંગઠન અને તેના કેન્દ્રોની ક્ષમતાને વધારવામાં આવશે. સાથે જ વધારે ઉત્પાદન સુવિધાઓ આપવામાં આવશે. પાક તૈયાર થયા બાદ તેનું યોગ્ય પ્રસંસ્કરણ કરાશે. તો આ સીવાય ટામેટા, ડુંગળી, બટાકા સહિતના પાકની માંગ અને આપૂર્તીના આયોજન માટે એક ઈ-પ્લેટફોર્મ તૈયાર કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]