બીએસઈ-એસએમઈ પર ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિસ્ટ થઈ

મુંબઈ તા. 28 જૂન, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 377મી કંપની, ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 10,01,600 ઈક્વિટી શેર્સ રૂ.72ની કિંમતે ઓફર કરીને રૂ.7.21 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈસ્યુ 20 જૂન, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની ભારતીય નાસ્તા અને મીઠાઈનું ઉત્પાદન કરે છે. કંપની લગ્ન, સંગીત, રિંગ સેરેમની, જન્મદિવસની ઉજવણી, વાર્ષિક પ્રસંગોની ઉજવણીઓ, કિટ્ટી પાર્ટીઝ, કોર્પોરેટ ઈવેન્ટ્સ કીર્તન સમારોહ આદિ યોજવા માટેની સર્વિસીસ પૂરી પાડે છે. કંપની કોલકાતાના વિવિધ વિસ્તારોમાં “બિકા”નામે નાસ્તા અને મીઠાઈની રિટેલ શોપ ચલાવે છે. કંપનીમાં હોલ્ડિંગ કંપની 64.60 ટકા શેર્સ ધરાવે છે.

મુંબઈસ્થિત ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ ગોયલ ફૂડ્સ લિમિટેડની લીડ મેનેજર હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]