ઘરે બેઠા મેળવો 1 કરોડ સુધીની લોન માત્ર 59 મીનિટમાં, શરુ થયું ડિજિટલ પ્લેટફોર્મ

નવી દિલ્હીઃ દેશના નાના અને મધ્યમવર્ગના વ્યાપારીઓ માટે બેંકોએ એક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ શરુ કર્યું છે. અહીંયા એક કરોડ રુપિયા સુધીની લોન કોઈ ગેરંટી વગર લઈ શકાશે. સાથે જ લોન માટે બેંકોના આંટા હવે નહી મારવા પડે. ઘરે બેઠા જ માત્ર 59 મીનિટમાં લોન મંજૂર થઈ જશે. આ ડિજિટલ પ્લેટફોર્મ psbloansin59minutes.com ને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ લોન્ચ કર્યું છે.

લોન માટે psbloansin59minutes.com પર અરજી કરવી પડશે. ત્યારબાદ ત્રણ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. પહેલા તો વ્યાપારીએ GSTIN અને GST યૂઝરઆઈડી અને પાસવર્ડ આપવો પડશે. બીજુ આયકર રિટર્ન ઈ-ફાઈલિંગ મામલે  જાણકારી આપવાની રહેશે. ત્રીજુ બેંક ખાતાના સ્ટેટમેન્ટ અપલોડ કરવા પડશે અને નેટ બેંકિંગનો ઉપયોગ કરવો પડશે.

દસ્તાવેજ અપલોડ થયા બાદ બેંક, મંત્રાલય, આયકર વિભાગ આની તપાસ કરશે. જો દસ્તાવેજ યોગ્ય હશે તો આવતા એક સપ્તાહમાં લોનની રકમ તમારા ખાતામાં પહોંચી જશે. આ પ્રથમ એવી તક છે કે જ્યારે સરકારી બેંકો અને એમએસએમઈ સેક્ટર લોન આપવા માટે સાથે આગળ આવ્યા છે. આમાં SIDBI અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઈન્ડિયન બેંક અને વિજયા બેંક સમાવિષ્ટ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]