માત્ર 5.40 લાખમાં પોતાનું ઘર, આજે જ કરો અરજી

નવી દિલ્હીઃ જો તમે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પોતાનું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો જીડીએ તમારા માટે એક નવી યોજના લઈને આવ્યું છે. જીડીએ દ્વારા ઘર ખરીદનારા લોકો માટે 1038 ભવનોની યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આપ બાપુધામ, ચંદ્રશિલા, ઈંદિરાપુરમ, વૈશાલી અને કૌશાંબીમાં પોતાનું ઘર ખરીદી શકો છે. જીડીએ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ તમામ ઘર તૈયાર છે અને એલોટમેન્ટ બાદ તરત પઝેશન આપવામાં આવશે.

જીડીએ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 1038 ભવનોની આ યોજના માટે આપ 11 જાન્યુઆરી એટલે કે આજથી જ આવેદન કરી શકો છો. 10 ફેબ્રુઆરી 2019 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી માટે ઓછી આવક ધરાવતા લોકોને 300 રુપિયા અને અન્ય વર્ગના લોકોને 1100 રુપિયા ફી જમા કરાવવાની રહેશે. અરજીની ફી પણ આપ ઓનલાઈન જમા કરાવી શકો છો. આ યોજના અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે આપ જીડીએની અધિકારિક વેબસાઈટ gdaghaziabad.com  પરથી પૂરી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આ વેબસાઈટ પર અરજી પણ કરી શકાય છે.

જીડીએ અનુસાર મધુબન બાપૂધામ યોજનામાં કુલ 823 ભવન છે. આમાં 171 એલઆઈજી ચાર સ્ટોરી ફ્લેટ, 157 ટૂ-બીએચકે એ ટાઈપ ફ્લેટ, 140 ટૂ-બીએચકે બી ટાઈપ ફ્લેટ, 191 થ્રી-બીએચકે એ ટાઈપ ફ્લેટ, 100 થ્રી-બીએચકે બી ટાઈપ ફ્લેટ 100 જેટલા મકાનોનો સમાવેશ થાય છે. આની અંદાજીત રકમ 5.40 લાખ રુપિયાથી લઈને 69.42 લાખ રુપિયા સુધી છે.

જીડીએની ચંદ્રશિલા યોજનામાં શામિલ ફ્લેટોની કીંમત 52.5 લાખ રુપિયાથી 67 લાખ રુપિયા સુધી છે. ઈંદિરાપુરમ યોજનામાં 23 એમઆઈજી ફ્લેટ વેચાણ માટે ઉપ્લબ્ધ છે. આની અનુમાનિત કીંમત 27 લાખ રુપિયા છે. આ યોજનામાં 50 લાખની કીંમત વાળા 15 એમઆઈજી ભવનનો પણ સમાવેશ થાય છે. વૈશાલી યોજનામાં એમઆઈજી અને 1 બીએચકે ફ્લેટ વેચાણ માટે ઉપ્લબ્ધ છે. આની કીંમત 11 લાખ રુપિયાથી લઈને 42 લાખ રુપિયા સુધી છે. કૌશાંબી યોજનાના ગંગોત્રી એપાર્ટમેન્ટમાં 1 બીએચકેના 72 ફ્લેટ ઉપ્લબ્ધ છે. આની કીંમત 23 લાખ રુપિયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]