દીવાળી ટાણે મોંઘવારીનો બોજ, ઘરના બજેટ પર થશે સીધી અસર…

નવી દિલ્હીઃ દિવાળી પહેલા જ દેશની જનતાને મોંઘવારીનો બેવડો માર સહન કરવો પડશે. સબસિડિવાળી સિલિન્ડરની કિંમત બુધવારથી 2.94 રુપિયા પ્રતિ સિલિન્ડર વધી જશે. સિલિન્ડરના આધારે કિંમતમાં ફેરફાર એના પર વેટની અસરથી કિંમતોમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પે નિવેદનમાં ક્હયું હતું કે, 14.2 કિલોના સબસિડિયુક્ત એલપીજી સિલિન્ડરના ભાવ બુધવારે મધ્યરાત્રિએ 502.40 રુપિયાથી વધીને 505.34 રૂપિયા થઈ જશે. એલપીજી ગ્રાહકોને બજારભાવે રસોઈ ગેસ સિલિન્ડર મળે છે.

જો કે, સરકાર વર્ષમાં 14.2 કિલોવાળા 12 સિલિન્ડરો પર સીધા ગ્રાહકોના બેન્ક ખાતામાં સબસિડી આપે છે. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ 60 રૂપિયા વધીને 880 રૂપિયા થઈ ગયા છે. આ સાથે જ ગ્રાહકોના ખાતામાં આવનાર સબસિડી નવેમ્બર 2018માં વધીને 433.66 રુપિયે પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જે ઓક્ટોબર મહિનામાં 376.60 રુપિયા પ્રતિ સિલિન્ડર હતી. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા થતા જાય છે.

સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દરને અનુરૂપ એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. જેના આધારે સબસિડિની કિંમત દર મહિને બદલાતી રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય દરોમાં વૃદ્ધિ થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે. પરંતુ કર નિયમો અનુસાર રસોઈ ગેસ પર જીએસટીની ગણતરી ઈંધણના બજાર મુલ્ય પરથી જ નક્કી થાય છે. આવામાં સરકાર ઈંધણની કિંમતોના એક ભાગને તો સબસિડી તરીકે આપી શકે પરંતુ કરની ચુકવણી બજાર દર પર કરવી પડે છે.

આ સિવાય ભાવમાં વૃદ્ધિ થાય છે. વૈશ્વિક ભાવોમાં વધારો અને વિદેશી મુદ્રા વિનિમયમાં ઉતાર-ચઢાવથી સબસિડિવાળા ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘા થયા છે. જ્યારે સબસિડિવાળા એલપીજી ગ્રાહકો પર જીએસટીના કારણે ફક્ત 2.94 રુપિયાનો બોજ વધ્યો છે. આમ, થવાથી મળતી મિઠાઈ, ફરસાણ પણ મોંઘા થવાની શક્યતા છે.