આવા કલરની બાઈકની ખરીદી પહેલાં ચેતજો નહીં થાય RTO રજિસ્ટ્રેશન

નવી દિલ્હી- Jawa એ ગત વર્ષે ભારતીય બજારમાં અંદાજે 4 દાયકા પછી ફરી એક વખત તેમની બીજી ઈનિંગની શરુઆત કરી છે. કંપનીએ દેશમાં એક સાથે બે બાઈક્સને લોન્ચ કરી છે. શરુઆતના સમયમાં બંન્ને બાઈક્સની જોરદાર ડિમાન્ડને કારણે આનો વેઈટિંગ પીરિયડ 8 મહિના સુધી પહોંચી ગયો અને હવે જ્યારે બાઈક્સની ડિલીવરી શરુ થઈ છે તો ગ્રાહકો સામે અન્ય એક સમસ્યા ઊભી છે.

તાજેતરમાં જ કેરળમાં એક મામલો સામે આવ્યો છે, ત્યાંના સ્થાનિક આરટીઓએ Jawaની બાઈક્સનું રજિસ્ટ્રેશન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કારણ કે, તે ઓલિવ ગ્રીન કલરની બાઈક હતી. કેરળના એરનાકુલમના રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના એક અધિકારીએ Jawa 42 જે કંપનીની સત્તાવાર ગ્લેટિક ગ્રીન કલરની છે તેમનું રજિસ્ટ્રેશન કરવાથી ઈનકાર કરી દીધો છે.

આરટીઓનું કહેવું છે કે, આ ગ્રીન કલર ભારતીય સેનાના કલર સાથે ભળતો આવે છે, જે વર્તમાનમાં મોટર વ્હીકલ એક્ટની વિરુદ્ધ છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર આ કલરના વાહનનો ઉપયોગ માત્ર ભારતીય સેનાના જવાનો જ કરી શકે છે. સામાન્ય નાગરીકો આ કલર ધરાવતા વાહનનો ઉપયોગ ન કરી શકે.

photo courtesy by rushlane.com

આ મામલે આરટીઓ એ ગત 16 જુલાઈ 2019ના રોજ એક પત્ર કંપનીના ડીલરશિપ ક્લાસિક મોટર્સના નામે જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વાહનના રજિસ્ટ્રેશન માટે નિરીક્ષણ દરમિયાન સત્તાધિકારીઓને માલુમ થયું કે,વાહનનો કલર ઓલિવ ગ્રીન કલર સાથે ભળતો આવે છે. જે વર્તમાન મોટર વાહન નિયમની વિરુદ્ધ છે. આ માટે જરૂરી દસ્તાવેજો સાથે 7 દિવસની અંદરમાં સુનાવણીની પહેલા ઉપસ્થિત જવા માટે નિર્દેશિત કરવામાં આવે છે.

આરટીઓ દ્વારા આ પ્રકારનો પત્ર મળ્યા બાદ ડીલરશિપે આ જ પત્રને બાઈકના માલિકને બતાવ્યો હતો. ત્યારબાદ બાઈકના માલિકે ક્લાસિક લેજેન્ડ્સના સીઈઓ આશિષ જોશીનો સંપર્ક કર્યો. આશિષ જોશીએ તાત્કાલિક રિસ્પોન્સ આપતા ગ્રાહકને કહ્યું કે, દેશભરમાં આ કલરની બાઈક્સનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, આવો કોઈ મામલો બની જ ન શકે.

photo courtesy by rushlane.com

ત્યારબાદ જોશીએ બાઈકના માલિકને ટેક્સટ મેસેજ દ્વારા જણાવ્યું કે, અમે આરટીઓ સાથે સંપર્ક કર્યો હતો, ઈમાનદારીથી કહીશ કે, એ વ્યક્તિએ વગર વેઈટિંગે જાવા બાઈકની ડિલીવરી ઈચ્છતો હતો. પરંતુ અમે ઈનકાર કરી દીધો હતો, આ જ કારણ છે કે, તે આ પ્રકારની સમસ્યા ઉભી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આગામી 2થી 3 દિવસમાં તમામ દસ્તાવેજોને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે જેથી એ આરટીઓ અધિકારી કોઈ અન્ય ગ્રાહકને ભવિષ્યમાં પરેશાન નહીં કરી શકે.

 

શું છે મિલિટ્રી કલર સ્કીમ: ભારતીય સેના મુખ્યરૂપે ચાર કલર શેડ્સનો પ્રયોગ કરે છે. જેમાં ગ્રુલો, ફર્ન ગ્રીન, બ્લેક લેધર જેકેટ અને સોલ્જર ગ્રીન કલરનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ શેડ્સનો પ્રયોગ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. આ શેડ્સ સેનાના વાહનો અને ડ્રેસ બંન્નેમાં ઉપયોગ

ગ્રીન કલરના આ શેડ્સ સેનાના પ્રયોગ માટે છે, તેનો સમાન્ય નાગરિકો ઉપયોગ ન કરી શકે. એકમાત્ર એવા નાગરિકોને જ આ કલરના પ્રયોગની મંજૂરી છે જે ભારતીય સેનાનો ભાગ છે અથવા તો એવો વ્યક્તિ કે જેમણે યુદ્ધના સમયે બે મહિનાનું જરૂરી પ્રશિક્ષણ લીધું હોય.