વિપક્ષને નિશાને લેતાં FM, કહ્યું ટ્વીટથી નથી થઈ શકતો ઘટાડો

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કીંમતોમાં ઘટાડા બાદ નાણાપ્રધાન અરુણ જેટલીએ આ મુદ્દે વિપક્ષને આડેહાથ લીધું છે. તેમણે તેલની કીંમતોમાં વૃદ્ધિ પાછળ વર્તમાન આંતરરાષ્ટ્રીય કારણોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીંમતોમાં વૃદ્ધિથી ઉભા થયેલા પડકારોને અને કેટલાક વિપક્ષી નેતાઓના ટ્વિટ્સ અને ટીવી પર આપવામાં આવતા નિવેદનોથી ઓછા ન કરી શકાય. આ સમસ્યા ગંભીર છે. તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન સીમિત કરી નાંખ્યું એટલા માટે ડિમાન્ડ સપ્લાયમાં અંતર ઉભુ થયું છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ ફેસબુલક લખેલા બ્લોગમાં આંતરરાષ્ટ્રીય કારણોનો વિસ્તારથી ઉલ્લેખ કરતા જણાવ્યું કે વેનેઝુએલા અને લિબિયામાં રાજનૈતિક સંકટે એ દેશોના તેલ ઉત્પાદન પર ખરાબ અસર પાડી છે. ઈરાન પર અમેરિકી પ્રતિબંધોને આના બાયર્સ માટે આપૂર્તિ અનિશ્ચિંતતા વધારી દીધી છે. ક્રૂડ ઓઈલની કીંમતો પર લગામના ઉદ્દેશ્યથી લાવવામાં આવતો શેલ ગેસ કોમર્શિયલ ઉત્પાદન શિડ્યુલથી પાછળ છે.

જેટલીએ પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં કપાત અને OMC સાથે મળીને લોકોને 2.50 પ્રતિ લીટરની રાહત આપવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અત્યારે ઘણા ગેરબીજેપી અને ગેરએનડીએ રાજ્યોને જનતાને પેટ્રોલ-ડીઝલમાં રાહત નથી આપી. તેમણે જણાવ્યું કે જ્યારે જનતાને રાહત આપવાની વાત આવે છે તો શું રાહુલ ગાંધી અને તેમના અનિચ્છુક સહયોગી માત્ર ટ્વીટ અને ટેલિવિઝન નિવેદનો સુધી જ પ્રતિબદ્ધ છે. વર્ષ 2017 અને 18માં ગેર બીજેપી શાસિત રાજ્યોએ લોકોને પોતાના રાજસ્વમાંથી થોડી રાહત આપવાનો ઈનકાર કરી દીધો, તેઓ ટ્વિટ કરે છે અને ટીવી પર નિવેદન આપે છે પરંતુ જ્યારે પરર્ફોર્મન્સની વાત આવે તો બીજી બાજુ જોવા લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]