કંપનીઓ પરનો ટેક્સ ઘટ્યો, સામાન સસ્તો થશે પણ હમણાં નહીં થાય

મુંબઈઃ તહેવારની સીઝન પહેલાં સરકારે ટેક્સમાં રાહત આપી છે. જોકે તેનાથી ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટના ભાવ તરત જ નહીં ઊતરે. ટેક્સ ઓછો થવાથી કંપનીઓના હાથમાં જે રુપિયા વધશે તેનો વપરાશ ઉત્પાદન ક્ષમતા વધારવામાં કરશે નહીં કે છૂટ અને ઓફર કરવામાં. ફ્યૂચર રીટેઇલના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર રાકેશ બિયાનીએ જણાવ્યું હતું કે ટેક્સ ઘટવાથી કંપનીઓના કેશ ફ્લોમાં વધારો થશે જેનો ઉપયોગ બિઝનેસ વધારા કરવામાં થઈ શકે છે.

કંપનીઓનું જણાવવું છે કે રોકાણ તો વધી શકે છે પરંતુ જરુરી નથી કે ખપત પણ વધે. અરવિંદ લાઈફસ્ટાઈલ બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર જે સુરેશે કહ્યું કે જો ઇનકમ ટેક્સમાં કપાત થાય તો ગ્રાહકોના હાશમાં રુપિયા વધુ રહેતાં અને તરત ખપત પણ વધતી.

પારંપરિક ધોરણે દીવાળી પર કંપનીઓ ડિસ્કાઉન્ટ નથી આપતી પણ આ દરમિયાન નવા કલેક્શન અને પ્રોડક્ટસ લોન્ચ કરતી હોય છે. એફએમસીજી, એપેરલ અને રીટેલ સેગમેન્ટનો ગ્રોથ ગત ક્વાર્ટરમાં સુસ્ત રહ્યો છે. જૂલાઈ બાદથી સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સીસનું વેચાણ પણ ઘટ્યું છે.

ટીવી બનાવતી અગ્રણી કંપનીનું કહેવું છે કે જીએસટીમાં કપાતથી ભાવ ઉપર સીધી અસર થાત. હાલમાં એલઇડી ટીવી પેનલો પરનો આયાત કર સમાપ્ત કરાયો છે તેનાથી ઓક્ટોબરના અંત સુધીમાં એલઇડી ટીવીના દામમાં 2-3 ટકા કીમત ઘટી શકે છે.

સામાન્યપણે તહેવારોની સીઝનમાં સૌથી વધુ ખરીદી થતી હોય છે જે કન્ઝ્યૂમર કંપનીઓના કુલ વેચાણમાં 35-40 જેટલું યોગદાન ધરાવે છે. પ્રોડક્ટના ભાવ નક્કી કરવામાં કોર્પોરેટ ટેક્સની અસર થતી નથી તેથી તેમાં કપાતથી ગ્રાહકો માટેના સામાન સસ્તાં નહીં થાય.

એફએમસીજી ક્ષેત્રમાં મોટાભાગનો સામાન હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં બનાવાય છે. જ્યાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી નથી લાગતી અથવા તો તે કંપનીઓને પાછી અપાય છે. જો આ રાજ્યોમાં ટેક્સ છૂટ હટાવી લેવાય તો એફએમસીજી કંપનીઓને પણ લાભ મળે. જેનાથી હિન્દુસ્તાન યૂનિલિવર, કોલગેટ, આઈટીસી, બ્રિટાનિયા અને નેસ્લે જેવી કંપનીઓને સૌથી વધુ ફાયદો થાય. આ કંપનીઓ હાલમાં 30-35 ટકા ટેક્સ ચૂકવે છે.

આ બાબતના નિષ્ણાતોનું કહેવું છે કે કેટલાક વર્ગોને છોડીને અન્ય સામાન સસ્તાં નહીં થાય. બ્રિટાનિયાના મેનેજિંગ ડાયરેક્ટર વરુણ બેરીએ જણાવ્યું કે કોર્પોરેટ ટેક્સ ઓછો થવાથી ફિલ ગુડ ફેક્ટર પેદા થશે. જેનાથી છેવટે ખપતમાં પણ વધારો થશે. સરકારે મંદીને ગંભીરતાથી લીધી છે અને સ્થિતિ સુધારવા માટે નક્કર કદમ ઉઠાવી રહી છે.